Not Set/ ગાંધીનગર/ સેક્ટર 26માં ગૃહકલેશ થતા પત્નીએ કરી પતિની હત્યા

ગાંધીનગરમાં સેક્ટર 26માં પત્ની એ જ પોતાના પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહકલેશ થતા પત્નીએ પતિની હત્યા કરી છે.  આ દંપતી 10 દિવસ પહેલા જ ભાડે રહેવા ગાંધીનગરમાં રહેવા માટે આવ્યું હતું. આ ઘટના પાટનગરના કિસાન નગરમાં બની હતી, ત્યારબાદ આ ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળ પર જઈ તપાસ હાથ […]

Uncategorized
7a0abc9bb40fa0fb10f0c5dc38f8b0f3 ગાંધીનગર/ સેક્ટર 26માં ગૃહકલેશ થતા પત્નીએ કરી પતિની હત્યા

ગાંધીનગરમાં સેક્ટર 26માં પત્ની એ જ પોતાના પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહકલેશ થતા પત્નીએ પતિની હત્યા કરી છે.  આ દંપતી 10 દિવસ પહેલા જ ભાડે રહેવા ગાંધીનગરમાં રહેવા માટે આવ્યું હતું. આ ઘટના પાટનગરના કિસાન નગરમાં બની હતી, ત્યારબાદ આ ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળ પર જઈ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના થરાદ તાલુકાના વડગામ નજીક ઘેસડાના રહેવાસી વાકજીભાઈ નરબતભાઈ ચૌધરી તેમના જ ગામના વસરામભાઈ અણદાભાઈ પટેલના સેક્ટર 17માં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. અઢી વર્ષ અગાઉ વાકજીભાઈના લગ્ન થરાદ તાલુકાના માંગરોળના વતની ઉમિયાબેન સાથે થયા હતા અને તેઓ અઠવાડિયા પૂર્વે જ સેક્ટર 26માં ભાડાંના મકાનમાં પતિ સાથે રહેવા આવ્યા હતા.

પાંચ વર્ષથી વાકજીભાઈ તેમના શેઠના વાવોલ સ્થિત ઘરે રહેતા હતા પરંતુ નવ દિવસ પહેલા જ એટલે કે 5 જુલાઈ 2020ના રોજ તેઓ ગાંધીનગરના સેક્ટર 26માં રમણલાલ રતિલાલ પટેલના 223/1, કિસાનનગર સ્થિત ઘરે ભાડે રહેવા આવ્યા હતા.

મંગળવારે રાત્રે કોઈકારણસર પતિ અને પત્ની વચ્ચે વિવાદ થયો હતો. પસંદગીને લઈને ઝઘડો થયો હોવાથી પહેલા પતિએ ઉંદર મારવાની દવા પી લીધી હતી અને ત્યારબાદ પણ તે પત્ની સાથે ઝઘડતો હોવાથી પત્નીએ આક્રોશમાં આવીને છરાના ઘા પતિને મારી દીધા હતા જેમાં તેના આંતરડા બહાર આવી ગયા હોવાને પગલે પતિનું મોત થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.