Not Set/ ગુજરાતના ડિફેન્સ સેક્ટરમાં 7 કંપનીઓ સાથે 7 હજાર કરોડના MOU

ગાંધીનગર:‌  ગુજરાત વાઇબ્રન્ટ સમિટના છેલ્લા દિવસે  ડિફેન્સ ક્ષેત્રે 7 હજાર કરોડના એમઓયું થયા હતા. જેનઆથી ગુજરાત ડિફેન્સ હબ બનશે.  મહાત્મા મંદીર ખાતે 8મા વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટનું સમાપન થયું છે. ગુજરાત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસ પોલીસી અંતર્ગત સાત કંપનીઓએ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં સરકાર સાથે રૂ. 7 હજાર કરોડના એમઓયુ કર્યા છે. રિલાયન્સ ડિફેન્સ લિમીટેડે […]

Uncategorized
12 1484243411 ગુજરાતના ડિફેન્સ સેક્ટરમાં 7 કંપનીઓ સાથે 7 હજાર કરોડના MOU

ગાંધીનગર:‌  ગુજરાત વાઇબ્રન્ટ સમિટના છેલ્લા દિવસે  ડિફેન્સ ક્ષેત્રે 7 હજાર કરોડના એમઓયું થયા હતા. જેનઆથી ગુજરાત ડિફેન્સ હબ બનશે.  મહાત્મા મંદીર ખાતે 8મા વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટનું સમાપન થયું છે. ગુજરાત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસ પોલીસી અંતર્ગત સાત કંપનીઓએ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં સરકાર સાથે રૂ. 7 હજાર કરોડના એમઓયુ કર્યા છે.

રિલાયન્સ ડિફેન્સ લિમીટેડે પીપાવાવ ખાતે રૂ. 2500 કરોડના રોકણનો કરાર કર્યો, જેથી 1500 રોજગારીનું નિર્માણ થશે. દીપક ફર્ટીલાઈઝર એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમીટેડે રૂ. 3 હજાર કરોડનો કરાર કર્યો, 200 રોજગારીનું નિર્માણ થશે. આસ્થા ઈન્ફ્રા લાઈવ્સ પ્રા. લિ. એ રૂ. 550 કરોડનો કરાર કર્યો, વ્લીલ વર્કસ એરિયલ પ્રા. લી.એ રૂ. 100 કરોડનો કરાર કર્યો, જૈવલ એરોસ્પેસ પ્રા. લિ.એ રૂ. 103 કરોડનો કરાર કર્યો, સ્યોર સેફટી લિ. એ રૂ. 10 કરોડનો કરાર કર્યો તેમજ સુપ્રમ એવિએશને રૂ. 40 કરોડના રોકાણનો કરાર કર્યો છે.