Not Set/ ગુજરાતના મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો હોવાની અફવા, ડેમ ન તૂટ્યો હોવાની જિલ્લા કલે.ની સ્પષ્ટતા

રાજ્યમાં છેલ્લા અઠવાડિયા થી પડી રહેલા ભારે વરસાદના પગલે મોરબીનો મચ્છુ ડેમ તુટ્યો હોવાની અફવાએ જોર પકડ્યું છે. કે ભાડલાનું તળાવ તુટ્યું છે. જસદણ પાસેનો ડેમ તૂટ્યો છે. તેનું પાણી મચ્છુ ૧ માં આવી રહ્યું છે. આવા મેસેજ વોટ્સઅપ પર ફરી રહ્યા છે, જે અફવા છે. જેના પગલે જીલ્લા કલેકટરે સ્પષ્ટતા કરતા કહ્યું જે બાબતે […]

Gujarat

રાજ્યમાં છેલ્લા અઠવાડિયા થી પડી રહેલા ભારે વરસાદના પગલે મોરબીનો મચ્છુ ડેમ તુટ્યો હોવાની અફવાએ જોર પકડ્યું છે. કે ભાડલાનું તળાવ તુટ્યું છે. જસદણ પાસેનો ડેમ તૂટ્યો છે. તેનું પાણી મચ્છુ ૧ માં આવી રહ્યું છે. આવા મેસેજ વોટ્સઅપ પર ફરી રહ્યા છે, જે અફવા છે. જેના પગલે જીલ્લા કલેકટરે સ્પષ્ટતા કરતા કહ્યું જે બાબતે ખરાઈ કરતાં આવો કોઈ ડેમ કે તળાવ તુટેલ નથી, મચ્છુ 1 ડેમ હાલ અડધો ફુટથી ઓવરફ્લો ચાલુ છે અને ૨૦mcft પાણી જઈ રહ્યું છે. હજુ કદાચ ૧૦૦mcft પાણી આવે તો પણ બે કલાકમાં નિકાલ થઈ જાય તેવી પરિસ્થિતી છે એટલે ચિંતાનો કોઈ પ્રશ્ન નથી, અફવાઓ પર ધ્યાન આપવું નહીં.

મોરબી જિલ્લામાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. લોકોએ જરાય ગભરાવાની જરૂર નથી. મોરબીમાં સવારે ફૂકાયેલો તેજ પવન પણ હાલ શાંત થઈ ગયો છે. જયારે મોરબીમાં ખરાબ વાતાવરણના પગલે મોટાભાગની શાળામાં સ્વેછાએ બંધ રાખવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૭.૭૮ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૭.૩૧ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાયા છે. તેમાં ધ્રોલી, મછાનલ, કબુતરી, ઉમરીયા, કાલી-ર, સાનાન્દ્રો, ફતેહગઢ, ગજાનસાર, મીત્તી, વડિયા, સસોઇ, વર્તુ-૧, પુના, રૂપારેલ, કનકાવતી, સાપડા, સોનમતી, વેરાડી, કાબરકા, સોરઠી, મચ્છુ-ર, મચ્છુ-૧, લાલપરી, ઘોડાધોરી, ખોડાપીપર, ડેમી-૧, ઘેલો-એસ, ફદનગેવરી, ધારી, ધોળીધજા, ફાલકુ, નીમબની, બ્રહ્માણી, લીંબભોગાવો-૧, માર્શલ, સબુરી, ત્રિવેણીથંગા, વેરાડી, મીનસર(વ) મળી કુલ ૪૦ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે.

આ ઉપરાંત સંન્ક્રોલી, ઉન્ડ-૧, સાની, ઉન્ડ-ર, રંગમતી, ડેમી-૨, આજી-૩, ન્યારી-ર, આજી-૧, ડેમી-ર, સુખભાદર, નાયકા મળી કુલ ૧૨ ડેમને એલર્ટ તથા અન્ય ૧૨ ડેમોને ચેતવણી આપવામાં આવી છે.