Not Set/ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ, મતદાનની ધીમી શરૂઆત

ગાંધીનગરઃ મંગળવારને 27 ડિસેમ્બરે 8,812 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન  મંગળવાર સવારે શરૂ થયું હતું.  સત્તાવાર રીતે 10,279 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી, જેમાં 1467 ગામ સમરસ થયા છે. એટલે હવે 8,812 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંગળવારે મતદાન થશે. જેમાં કુલ વોર્ડની સંખ્યા 90,001 છે. સમરસ ગામના 146 સરપંચો થયા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ […]

Uncategorized

ગાંધીનગરઃ મંગળવારને 27 ડિસેમ્બરે 8,812 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન  મંગળવાર સવારે શરૂ થયું હતું.  સત્તાવાર રીતે 10,279 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી, જેમાં 1467 ગામ સમરસ થયા છે. એટલે હવે 8,812 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંગળવારે મતદાન થશે. જેમાં કુલ વોર્ડની સંખ્યા 90,001 છે. સમરસ ગામના 146 સરપંચો થયા છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1,20,936 ઉમેદવારો મેદાને પડયા છે. સરપંચપદ માટે 26,813 ઉમેદવારોએ દાવેદારી કરી છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1,65,98,983 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 86,35,248 પુરુષો છે અને 79,63,735 મહિલા મતદારો છે.

હવે 8,812 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંગળવારે મતદાન થશે. જેમાં કુલ વોર્ડની સંખ્યા 90,001 છે. સમરસ ગામના 146 સરપંચો થયા છે, આ તમામ ગામોમાં માત્ર એક વોર્ડની ચૂંટણી થવાની છે. સમરસ મહિલા પંચાયતો 313ની થઈ છે. હવે 8,812 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 57,000 વોર્ડમાં મતદાન થશે.

ચૂંટણી દરમિયાન કોઇ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેમા પોલીસ અને એસઆરપી ફોર્સની ટુકડીઓને ખડેપગી સુરક્ષામાં રહેવા માટે કહી દેવામાં આવ્યું છે.

આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવવાની હોય ગ્રમપંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. જો કે, ગ્રામ પંચાયતની ચૂંટણી કોઇ પક્ષન ચિન્હ વગર યોજાતી હોય છે. તેમજ સરપંચની બોર્ડીને મળેલી આર્થિક સત્તાઓઅને સામાજીક અને રાજકીય જાગૃતિએ ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે.