Not Set/ ગ્રેટર નોઇડા સ્થિત એક વેરહાઉસમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

ગ્રેટર નોઈડા સ્થિત એક વેરહાઉસમાં આજે સવારે ભારે આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ વેરહાઉસ ગ્રેટર નોઇડામાં આવેલી ઓટો પાર્ટ કંપનીનું છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર બ્રિગેડનાં પાંચ વાહનો સ્થળ પર હાજર છે અને આગને કાબૂમાં લેવાનો […]

India

ગ્રેટર નોઈડા સ્થિત એક વેરહાઉસમાં આજે સવારે ભારે આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ વેરહાઉસ ગ્રેટર નોઇડામાં આવેલી ઓટો પાર્ટ કંપનીનું છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

ફાયર બ્રિગેડનાં પાંચ વાહનો સ્થળ પર હાજર છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે દિલ્હીનાં સ્વરૂપ નગરમાં એક કેમિકલ વેરહાઉસમાં આગ લાગી હતી. કેમિકલ ગોડાઉનમાં લાગેલી આગ અંગે માહિતી મળતાં ફાયર બ્રિગેડનાં 16 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ગુરુવારે સાંજે દિલ્હીનાં સ્વરૂપનગરમાં આગ લાગવાની ઘટના પહેલા જ મુંબઈનાં ક્રોફોર્ડ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી. આગ બાદ 10 ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત છે કે મુંબઈમાં લાગેલી આગમાં કોઈને ઈજા પહોંચી નથી. ક્રોફોર્ડ માર્કેટ એ મુંબઇનું ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. આ બજાર બ્રિટીશ શાસનનાં સમયનું છે. ક્રોફોર્ડ માર્કેટ, મુંબઈનાં લોકમાન્ય તિલક માર્ગ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનની નજીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.