Not Set/ ચાલ કે વ્હાલ/ કુલભૂષણ જાદવે રિવ્યૂ પિટીશનનો કર્યો ઇનકાર, પાકે કરી આ ઓફર

પાકિસ્તાનની જેલમાં જાસૂસીનાં આરોપમાં બંધ ભારતીય નૌસેનાનાં સેવાનિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવે રિવ્યૂ પિટીશન અરજી દાખલ કરવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે જાધવને અન્ય કાઉન્સિલર એક્સેસ આપવાની ઓફર કરી છે. જેના પર જાધવે રિવ્યૂ પિટીશન દાખલ કરવાની ના પાડી હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાની સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાને જાધવને 17 જૂને […]

World
a12497e08397ba381fd33bf23b60f89d ચાલ કે વ્હાલ/ કુલભૂષણ જાદવે રિવ્યૂ પિટીશનનો કર્યો ઇનકાર, પાકે કરી આ ઓફર

પાકિસ્તાનની જેલમાં જાસૂસીનાં આરોપમાં બંધ ભારતીય નૌસેનાનાં સેવાનિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવે રિવ્યૂ પિટીશન અરજી દાખલ કરવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે જાધવને અન્ય કાઉન્સિલર એક્સેસ આપવાની ઓફર કરી છે. જેના પર જાધવે રિવ્યૂ પિટીશન દાખલ કરવાની ના પાડી હોવાનું જાણવા મળે છે.

પાકિસ્તાની સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાને જાધવને 17 જૂને રિવ્યૂ પિટીશન ફાઇલ કરવા કહ્યું, પરંતુ જાધવે ના પાડી હતી. પાકિસ્તાને આ સંદર્ભે ભારતીય ઉચ્ચ આયોગને પત્ર લખ્યો છે. પાકિસ્તાને બીજા કાન્સિલર એક્સેસની ઓફર કરી છે. આપને જણાવી દઇએ કે, જાધવને જાસૂસી અને આતંકવાદનાં આરોપમાં એપ્રિલ 2017 માં પાકિસ્તાની સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં, ભારતે જાધવને રાજદ્વારી પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને મૃત્યુદંડને પડકારતા પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (આઈસીજે) પહોંચ્યો હતો, જ્યાં તેમના તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આઇસીજેએ પાકિસ્તાનને જાધવની સજાની સમીક્ષા કરવા અને વહેલી તકે તેમને કાન્સિલર એક્સેસ આપવા આદેશ આપ્યો હતો. ત્યારબાદથી ભારત આ આદેશને લાગુ કરવાના પ્રયાસમાં પાકિસ્તાનનાં સંપર્કમાં છે.

આ મામલામાં ભારતની અરજી સ્વીકારવાના મામલે પાકિસ્તાનનાં વાંધાને નકારી કાઠતા, આઇસીજેએ 42 પાનાનાં પોતાના આદેશમાં કહ્યું હતુ કે, ફાંસીની સજાની તામીલ પર સતત સ્થગનથી જાધવનાં દંડની સમીક્ષા કરવાની અનિવાર્ય સ્થિતિ પૈદા થાય છે. જાધવને અપાયેલી સજાને કારણે બંને પાડોશી દેશોમાં તણાવ ઉભો થયો છે. જો કે, આઈસીજેએ સૈન્ય કોર્ટનાં નિર્ણયને રદ્દ કરવા તેમની રિહાઇ સહિત ભારતની ઘણી માંગોને નકારી કાઠી હતી. આપને જણાવી દઇએ કે, ગત વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાને જાધવનાં મામલામાં કોઈપણ પ્રકારનાં સમજૂતીને નકારી હતી. પાકિસ્તાન વતી કહેવામાં આવ્યું હતું કે, આઈસીજેનાં નિર્ણયને અમલમાં મૂકવા માટે બંધારણ મુજબ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.