પેંગોંગ તળાવ ક્ષેત્રમાં પીછેહઠ કરવા મામલે ચીને નાટકીય વલણ અપનાવ્યું છે, એટલુ જ નહીં પરંતુ હવે તેણે ભારતીય સૈન્યને ફિંગર -2 પાછો ખેંચવાની શરત પણ મૂકી છે. ભારતીય પક્ષ તેને સ્વીકારવા તૈયાર નથી. હાલમાં ચીની આર્મી ફિંગર -5 થી ફિંગર -8 સુધીના વિસ્તારમાં પાછી ખસી ગઇ છે જ્યારે ભારતીય સૈન્ય ફિંગર -4 ની નજીક છે.
ઉલ્લેખનીય છે કે, ચીની સેના ફિંગર -4 સુધી પહોંચી ગઈ હતી અને બંને દેશોના સૈનિકો સામ સામે આવી ગયા હતા. લશ્કરી કમાન્ડરો દ્વારા બનેં દેશ પાછળ હટશે તેવી વાટાઘાટો પર સંમત થયા પછી જુલાઈમાં, ચીની સેના ફિંગર -4 સહિતના ઘણા સ્થળોથી પીછેહઠ કરી હતી.
આખા ફિંગર વિસ્તારને બફર ઝોન બનાવવાના પ્રયાસ
સૂત્રો કહે છે કે આ કિસ્સામાં ચીનને નવી મુશ્કેલ ઉભી કરી સ્થિતિને વિકટ બનાવવા કોશિશ કરી છે. ચીન ઈચ્છે છે કે ભારતીય સૈન્ય પહેલા ફિંગર -2 માં પીછેહઠ કરે. ચીનના પ્રયાસ સમગ્ર ફિંગર વિસ્તારને બફર ઝોન બનાવવાનો છે, જ્યાં કોઈ દેશની સેના રહેતી નથી. ભારતીય સૈન્ય હંમેશા ફિંગર -2 સુધી હાજર રહે છે અને ફિંગર આઠ સુધી નિયમિત પેટ્રોલીંગ કરે છે. આ વિસ્તાર લગભગ સાત-આઠ કિલોમીટરનો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ચીનના આ પગલાથી ફિંગરના વિસ્તારને વિવાદિત ક્ષેત્ર તરીકે જાહેર કરવાની વ્યૂહરચના હોઈ શકે છે, જેને બરાબર સ્વીકારી શકાય નહીં.
કન્ફ્રન્ટેશન સિચ્યુએશન
રવિવારના રોજ મળેલી લશ્કરી કમાન્ડરોની બેઠકમાં ચાઇનાની આવી શરતોને કારણે અથડામણની પરિસ્થિતિ રહી હતી અને કોઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકાયું નથી. સુત્રોના જણાવ્યા મુજબ, ભારતીય પક્ષ ઇચ્છે છે કે ચીન એપ્રિલની સ્થિતિ પુન સ્થાપિત કરે, જેમાં તેણે ફિંગર -8 થી પીછેહઠ કરવી પડશે. જ્યારે તે પીછેહઠ કરે છે, ત્યારે ભારત ફિંગર -2 પર તેની જૂની સ્થિતિ પર પાછું આવી શકે છે, પરંતુ તેનાંથી વધુ પાછુ નહીં આવે. બીજું, તે પહેલાની જેમ ફિંગર આઠ સુધી પેટ્રોલિંગ ચાલુ રાખશે, પરંતુ ચીની સેના આ માટે તૈયાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
