સિક્કીમ સેક્ટર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના તણાવ બાદ ચીન આક્રમક મૂડમાં જણાઈ રહ્યું છે. બીજિંગ હવે ભારત સાથે સરહદ વિવાદ મુદ્દે ધમકી પર ઊતરી આવ્યું છે. ચીને કહ્યું કે, ભારતીય સેનાએ 1962ના યુદ્ધમાંથી સબક શીખવો જોઈએ. ચીનના સૈન્યએ ભારતીય આર્મી ચીફ જનરલ બિપીન રાવતના એ નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત યુદ્ધ માટે તૈયાર છે. ચીનના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે, અમને આશા છે કે, ભારતીય સૈન્ય ઈતિહાસમાંથી સબક શીખે.બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પહેલી વાર ડોકાલામાં ભારતીય સૈનિકોની ઘૂસણખોરીની તસવીરો જાહેર રી હતી. પ્રવક્તાએ કહ્યું કે, ભારતીય સેના આ સેક્ટરમાંથી પાછી જતી રહે તો આ વિવાદ ઉકેલાઈ શકે છે. કંગે ફોટો બતાવતા કહ્યું કે, ચીને આ મુદ્દે નવી દિલ્હી અને બીજિંગમાં ભારત સામે ગેરકાયદે ઘૂસણખોરીનો વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, ચીનની સરહદમાં ભારતીય સૈન્યની ઘૂસણખોરીની તસવીરો ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ ઉપર પણ મુકવામાં આવશે.કંગે કહ્યું કે, અમે ભારતીય સૈન્યને પોતાની સરહદમાં પાછા જતા રહેવા આગ્રહ કરી રહ્યા છીએ. સિક્કીમ સેક્ટરમાંથી ભારતીય સૈન્ય પાછું નહીં ફરે તો ભારત સાથે સીમા વિવાદ પર કોઈ વાતચીત કરવામાં નહીં આવે. ચીનના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે, કૈલાશ માનસરોવર યાત્રા હાલ તુરત શરુ થશે નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભારત અને ચીનનાં સૈન્ય વચ્ચે તણાવને કારણે જ ચીને કૈલાશ માનસરોવર યાત્રા અટકાવી દીધી હતી. આપને જણાવી દઈ કે, ડોકાલા વિસ્તારને ચીન પોતાનો હિસ્સો ગણાવી રહ્યું છે.
Not Set/
ચીને આપી ભારતને શિખામણકહ્યું, 1962ના યુદ્ધના પરાજયમાંથી શીખે ભારત
સિક્કીમ સેક્ટર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના તણાવ બાદ ચીન આક્રમક મૂડમાં જણાઈ રહ્યું છે. બીજિંગ હવે ભારત સાથે સરહદ વિવાદ મુદ્દે ધમકી પર ઊતરી આવ્યું છે. ચીને કહ્યું કે, ભારતીય સેનાએ 1962ના યુદ્ધમાંથી સબક શીખવો જોઈએ. ચીનના સૈન્યએ ભારતીય આર્મી ચીફ જનરલ બિપીન રાવતના એ નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું […]
