Not Set/ ચીને કરી નફ્ફટાઈ, બંધ નહી કરે રસ્તાનિર્માણનું કાર્ય

            ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલતાં વિવાદમાં થયેલા સમાંધાનના એક દિવસ બાદ ચીનની લુચ્ચાઈ સામે આવી છે.આ ચીને સૈનિકો પાછા બોલાવી લીધા બાદ પણ ડોકલામ સરહદે રસ્તો બાંધવાનું કામ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.ચીન સરહદી સુરક્ષા અને લોકોની જીવનશૈલીમાં સુધારો કરવાં સરહદી વિકાસ કાર્યો ચાલુ રાખશે.ભારત અને ચીને સરહદેથી સૈનિકો ખસેડવાની પ્રક્રિયા […]

World
ce5d3d608d67e742a14c31dbb105a58a ચીને કરી નફ્ફટાઈ, બંધ નહી કરે રસ્તાનિર્માણનું કાર્ય

            ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલતાં વિવાદમાં થયેલા સમાંધાનના એક દિવસ બાદ ચીનની લુચ્ચાઈ સામે આવી છે.આ ચીને સૈનિકો પાછા બોલાવી લીધા બાદ પણ ડોકલામ સરહદે રસ્તો બાંધવાનું કામ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.ચીન સરહદી સુરક્ષા અને લોકોની જીવનશૈલીમાં સુધારો કરવાં સરહદી વિકાસ કાર્યો ચાલુ રાખશે.ભારત અને ચીને સરહદેથી સૈનિકો ખસેડવાની પ્રક્રિયા લગભગ પૂરી કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેજિંગની મુલાકાતે જવાના છે એ પહેલાં જ આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ચીન જવાના છે. આ મુદ્દે વાત કરતા હુઆને સવાલ કરાયો હતો કે, શું હવે ચીન દોકલામ સરહદે માર્ગ બાંધકામને લગતી યોજનાઓ ચાલુ રાખશે? આ સવાલ કરતા જ તેમણે કહ્યું હતું કે, આ યોજનાને લગતા અનેક પાસાંની અમે વિચારણા કરીશું, જેમાં હવામાન જેવી બાબતો પણ સમાવિષ્ટ હશે. બાંધકામ યોજના માટે હવામાનનો મુદ્દો ધ્યાનમાં લેવો જરૃરી છે. આ ઉપરાંત દોકલામ સરહદે અમારા સૈનિકો પેટ્રોલિંગ ચાલુ રાખશે.

ચીનને તેના સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનો અધિકાર છે. દોકલામમાં માળખાગત સુવિધા ઊભી કરવા બાબતે ચીન ભુતાન સાથે સંપર્કમાં છે કે નહીં એ મુદ્દે હુઆએ ગોળ ગોળ જવાબ આપતા કહ્યું હતું કે, અત્યારે તો અમે ભારતીય સૈનિકો દ્વારા ગેરકાયદે ઘૂસણખોરી કરાઈ રહી છે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.  ભુતાન શરૃઆતથી ચીની સૈનિકોની હાજરીનો વિરોધ કરી રહ્યા છે. ચીને બ્રિક્સ સમિટને ધ્યાનમાં રાખીને દોકલામમાંથી સૈનિકો પાછા બોલાવ્યા હોવાનું પણ સુરક્ષા નિષ્ણાતો માની રહ્યા છે. આ અંગે હુઆએ કહ્યું હતું કે, લશ્કરી રીતે નહીં પણ રાજકીય રીતે શાંતિપૂર્વ પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ.