Not Set/ જન્માષ્ટમીના પાવન પર્વ પર દેશના મોટા મંદીરો ચાઈનીઝ વસ્તુઓનો ઉપયોગ નહીં કરે.

આ વખતે જન્માષ્ટમીના પાવન પર્વ પર દેશના મોટા મંદીરો ચાઈનીઝ વસ્તુઓનો ઉપયોગ નહીં કરે….જન્માષ્ટમીના પર્વ પર મંદીરોને શણગારવામાં આવતા હોય છે ત્યારે આ વખતે ડોકલામ વિવાદને લઈને ચાલી રહેલી ચરસા ચરસી વચ્ચે દ્વારકાધીશ, બાંકેબિહારી મંદિર વૃંદાવન સાથે દરેક પ્રમુખ મંદિર પ્રશાસને જાહેરાત કરી છે કે તેઓ હવે ચાનીઝ વસ્તુઓનો ઉપયોગ નહીં કરે….ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી […]

World Navratri 2022
filename dsc 0465 jpg જન્માષ્ટમીના પાવન પર્વ પર દેશના મોટા મંદીરો ચાઈનીઝ વસ્તુઓનો ઉપયોગ નહીં કરે.

આ વખતે જન્માષ્ટમીના પાવન પર્વ પર દેશના મોટા મંદીરો ચાઈનીઝ વસ્તુઓનો ઉપયોગ નહીં કરે….જન્માષ્ટમીના પર્વ પર મંદીરોને શણગારવામાં આવતા હોય છે ત્યારે આ વખતે ડોકલામ વિવાદને લઈને ચાલી રહેલી ચરસા ચરસી વચ્ચે દ્વારકાધીશ, બાંકેબિહારી મંદિર વૃંદાવન સાથે દરેક પ્રમુખ મંદિર પ્રશાસને જાહેરાત કરી છે કે તેઓ હવે ચાનીઝ વસ્તુઓનો ઉપયોગ નહીં કરે….ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના દરેક મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવતા હોય છે..ચાર દિવસ પહેલાથી જ દરેક મંદિર રંગ બિરંગી રોશનીથી ઝગમગતા હોય છે. કરોડો રૂપિયા મંદિરોને સજાવવામાં વાપરવામાં આવે છે. અત્યાર સુધી ચાઈનીઝ વસ્તુઓથી મંદિરનો શણગાર કરવામાં આવતા હતા પરંતુ ભારત અને ચીનના સંબંધમાં આવતી કડવાશને કારણે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે તે પોતાને ત્યાં સ્થાનિક ફુલ અને ઝાલરોનો જ ઉપયોગ કરશે.