Not Set/ જમ્મુ-કાશ્મીરઃ બાદીપુરમાં અથડામણમાં કમાન્ડર શહીદ, 1 આતંકવાદી ઠાર

નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના બાદીપુર વિસ્તારમાં ગુરુવારે સુરક્ષા બળો અને આતંકવાદી વચ્ચે થયેલી ટકરાવમાં લશ્કરનો એક ટોપ કમાંડર શહિદ થયો હતો. આ એન્કાઉન્ટરમાં કાશ્મીર પોલીસેના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો એક જવાન ઘાયલ થઇ ગયો છે. પોલીસ જણાવ્યા અનુસાર બાદીપુર વિસ્તારના હાજી ગામના ખોસા વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ 13 રાષ્ટ્રીય રાયફલ અને […]

Uncategorized
જમ્મુ-કાશ્મીરઃ બાદીપુરમાં અથડામણમાં કમાન્ડર શહીદ, 1 આતંકવાદી ઠાર

નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના બાદીપુર વિસ્તારમાં ગુરુવારે સુરક્ષા બળો અને આતંકવાદી વચ્ચે થયેલી ટકરાવમાં લશ્કરનો એક ટોપ કમાંડર શહિદ થયો હતો. આ એન્કાઉન્ટરમાં કાશ્મીર પોલીસેના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો એક જવાન ઘાયલ થઇ ગયો છે.

પોલીસ જણાવ્યા અનુસાર બાદીપુર વિસ્તારના હાજી ગામના ખોસા વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ 13 રાષ્ટ્રીય રાયફલ અને રાજ્ય પોલીસના એસઓજીના જવાનોએ મળીને કાર્યવાહી કરી હતી. સુરક્ષા બળોના નજીક પહોંચવા પર આતંવાદીઓને ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જે લાંબા સમય સુધી ચાલી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદી સતત ગોળીબાર કરી રહ્યા હતા. પરંતુ તેમ છેતા એક આતંકવાદીને મારવામાં જવાનોને સફળતા મળી હતી.’ આતંવાદીની ઓળખ ઉત્તર કાશ્મીરના ટૉપ કમાન્ડર અબૂ માસિબના રૂપમાં કરવામાં આવી છે. માર્યા ગયેલા આતંવાદી પાસેથી AK47 રાઇફલ અને અય હથિયાર અને ગોળા બારુદ પણ મળી આવ્યા છે.