Not Set/ જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં જવાનો-આતંકીઓ વચ્ચે ફાયરીંગ, ત્રણ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ માં સુરક્ષાબળોએ આતંકીઓને ઘેરી લીધા છે. એસએચઓ ફિરોઝ ડારની શહાદતના જવાબદાર ટોપ લશ્કર કમાન્ડર આતંકી બશીર લશ્કર પણ છુપાયા હોવાની આશંકા હતી. ક્રોસ ફાયરીંગમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જયારે ૨ ઘાયલ થઇ ગયા છે…સુરક્ષાબળોએ અનંતનાગ જીલ્લાના ડેલગમ ગામને સુરક્ષાબળોએ ઘેરી લીધું છે અને તપાસ અભિયાન શરુ કરી દીધું છે. ગયા મહીને એસએચઓ […]

Uncategorized
jammu જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં જવાનો-આતંકીઓ વચ્ચે ફાયરીંગ, ત્રણ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ માં સુરક્ષાબળોએ આતંકીઓને ઘેરી લીધા છે. એસએચઓ ફિરોઝ ડારની શહાદતના જવાબદાર ટોપ લશ્કર કમાન્ડર આતંકી બશીર લશ્કર પણ છુપાયા હોવાની આશંકા હતી. ક્રોસ ફાયરીંગમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જયારે ૨ ઘાયલ થઇ ગયા છે…સુરક્ષાબળોએ અનંતનાગ જીલ્લાના ડેલગમ ગામને સુરક્ષાબળોએ ઘેરી લીધું છે અને તપાસ અભિયાન શરુ કરી દીધું છે. ગયા મહીને એસએચઓ ફિરોઝ ડાર સહીત ૬ પોલીસકર્મીઓની હત્યા માટે બશીર લશ્કર જવાબદાર છે. ઘરમાં 4 આતંકીઓ ઘેરાયા હોવાની આશંકા છે. સુરક્ષાબળોએ ઘરમાં બ્લાસ્ટ પણ કર્યો છે.કેટલાક દિવસ પહેલા જ લશ્કર આતંકી બશીર સુરક્ષા બળોના હાથથી બચીને નીકળી ગયો હતો. પોલીસ અને રાષ્ટ્રીય રાયફલ્સે અનંતનાગ જીલ્લામાં સોફ કોકારનાર ગામને લશ્કર આતંકી બશીરની ઉપસ્થિતિના ઈનપુટ બાદ ઘેરી લીધું હતું. પરંતુ બશીર પોતાના ૨ સાથીઓ સાથે વાંચીને નીકળી ગયા હતા. આ ઉપરાંત શોપિયાના ૧૦ ગામોમાં પણ સર્ચ ઓપરેશન જારી કર્યું છે.દક્ષિણી કાશ્મીરના અનંતનાગના કોકેરનાગ ક્ષેત્રના નિવાસી બશીર લશ્કરી ૧૯૯૯ માં પીઓકે પાર કરી ગયા હતા. ૨૦૧૨ માં રાજ્ય સરકારની યોજના હેઠળ તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી પરત ફર્યા. ૨૦૧૪ સુધી તે જેલમાં રહ્યા. ૨૦૧૫ માં તે પાછા આતંકવાદી ગતિવિધિઓમાં સક્રિય થઇ ગયા. છેલ્લા એક વર્ષ દરમિયાન બશીરે આતંકી સમૂહોની સંખ્યા સાત કરી દીધી છે. કેટલાક પાકિસ્તાની લશ્કર આતંકવાદી પણ તેમના સમૂહનો હિસ્સો માનવામાં આવે છે. તેમના નામ પર ૧૦ લાખ રૂપિયાની ઇનામ પણ છે.અથડામણમાં 2 આતંકીઓને ઠાર માર્યા છે…..