Not Set/ જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળોએ કર્યુ એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેનાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. દક્ષિણ કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં કંગન વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલમાં આ મામલે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. 30 મે નાં રોજ સુરક્ષા દળોએ પુલવામાનાં […]

India
ef26ecc26c76cc2ca17165b0a9d0c07e 1 જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળોએ કર્યુ એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેનાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. દક્ષિણ કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં કંગન વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલમાં આ મામલે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

30 મે નાં રોજ સુરક્ષા દળોએ પુલવામાનાં ત્રાલ વિસ્તારમાં ચાર જૈશનાં આતંકીઓને ઠાર કર્યા હતા. વળી કુલગામ જિલ્લાનાં ખુડવાની વનપોરા વિસ્તારમાં મંગળવારે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બંને આતંકીઓનાં પરિવારોને બોલાવવામાં આવ્યા છે અને તેમને શરણાગતિ માટે અપીલ કરાવવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, એન્કાઉન્ટર પૂર્વે આતંકવાદીઓને ઘણી વખત શરણાગતિ સ્વીકારવાની તકો આપવામાં આવી હતી અને જ્યારે આતંકવાદીઓ ન માન્યા ત્યારે સુરક્ષા દળોએ કાર્યવાહી કરવી પડી. કુલગામ એન્કાઉન્ટરમાં આર્મીની 1 નેશનલ રાઇફલ્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ શામેલ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.