Not Set/ ‘જય શ્રી રામ’ ના નારા લગાવતા ન્યુયોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર બન્યું ‘રામમય’

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિપૂજન કર્યું હતું. દેશની સાથે વિદેશમાં પણ લોકો આની ઉજવણી કરી રહ્યા છે. અમેરિકાની રાજધાની ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર પણ આજે રામમય બન્યું હતું. અહીં ડિજિટલ બોર્ડ દ્વારા રામ મંદિરનું ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું. આ સાથે લોકોએ ‘જય શ્રી રામ’ ના નારા પણ લગાવ્યા હતા. […]

World
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિપૂજન કર્યું હતું. દેશની સાથે વિદેશમાં પણ લોકો આની ઉજવણી કરી રહ્યા છે. અમેરિકાની રાજધાની ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર પણ આજે રામમય બન્યું હતું. અહીં ડિજિટલ બોર્ડ દ્વારા રામ મંદિરનું ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું. આ સાથે લોકોએ ‘જય શ્રી રામ’ ના નારા પણ લગાવ્યા હતા.

આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે લખનઉમાં તેમના સરકારી મકાનમાં ફટાકડા ફોડી ને  ઉજવણી કરી હતી. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે અયોધ્યામાં સરયુ કિનારે આરતી કરી હતી.