વેબ-સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’માં સંગીત આપનાર જોડી શંકર એહસાન લૉયે જણાવ્યું છે કે એનાં ગીતો તમામ લોકોને મનોરંજન પૂરું પાડશે. આ વેબ-સિરીઝ ચોથી ઑગસ્ટે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. દસ એપિસોડની આ વેબ-સિરીઝ અગલ-અલગ મ્યુઝિકલ બૅકગ્રાઉન્ડથી આવેલા બે યુવાઓની લવ સ્ટોરી છે. એમાં રિત્વિક ભૌમિક, શ્રેયા ચૌધરી, નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, કુણાલ રૉય કપૂર, શીબા ચઢ્ઢા અને રાજેશ તેલંગ પણ જોવા મળશે.
આ વેબ-સિરીઝ દ્વારા શંકર એહસાન લૉય ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનાં છે. આ સિરીઝ વિશે શંકર એહસાન લૉયે કહ્યું હતું કે ‘આ વેબ-સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’ અમારા માટે અનેક દૃષ્ટિએ અગત્યની છે. એના દ્વારા અમે ન માત્ર ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહ્યા છીએ, પરંતુ એના સાઉન્ડ ટ્રૅક મારફતે અમે અલગ-અલગ મ્યુઝિક પર હાથ અજમાવી રહ્યા છીએ.
સિરીઝમાં અમે રાજસ્થાની પારંપરિક મ્યુઝિકથી માંડીને ઇન્ડિયન ક્લાસિકલ, પૉપ મ્યુઝિક આપીને, એને કમ્બાઇન કરીને અલગ અનુભવ આપવાનો પ્રયાસ પણ કર્યો છે. ‘બંદિશ બૅન્ડિટ્સ’માં અમે દેશના અલગ-અલગ કલાકારો સાથે કામ કર્યું છે. એથી અમને પૂરો વિશ્વાસ છે કે એના સાઉન્ડ ટ્રૅક દરેક માટે કંઈને કંઈ લઈને આવશે. આ ખરેખર ખૂબ જ ઉત્સાહપ્રેરક છે અને અમને આશા છે કે જે રીતે એને બનાવતી વખતે અમને આનંદ આવ્યો એટલો જ આનંદ લોકોને એને સાંભળીને પણ મળશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.