Not Set/ જાણો, લોહી પાતળું કરવાની એક નવી તરકીબ વિશે

લાખો લોકો લોહીના રક્તભ્રમણ અને લોહીમાં ગાઠ જેવી સમસ્યાથી પીડાતા હોય છે. મોટા ભાગે આ સમસ્યા સુધારવા માટે લોકો લો ડોઝમાં એસ્પરિન નિયમિત લેતાં હોય છે. અા સલાહ ડોક્ટરો દ્વારા જ અાપવામાં અાવતી હોય છે, પરંતુ અા દવાના કારણે જઠરમાં બ્લિડિંગ થવાની અને ક્યારેક અલ્સર થવાની શક્યતાઓ વધી જાય છે. અમેરિકન સંશોધકોનું કહેવું છે કે, એસ્પરિનને […]

Health & Fitness
images 22 2 જાણો, લોહી પાતળું કરવાની એક નવી તરકીબ વિશે

લાખો લોકો લોહીના રક્તભ્રમણ અને લોહીમાં ગાઠ જેવી સમસ્યાથી પીડાતા હોય છે. મોટા ભાગે આ સમસ્યા સુધારવા માટે લોકો લો ડોઝમાં એસ્પરિન નિયમિત લેતાં હોય છે. અા સલાહ ડોક્ટરો દ્વારા જ અાપવામાં અાવતી હોય છે, પરંતુ અા દવાના કારણે જઠરમાં બ્લિડિંગ થવાની અને ક્યારેક અલ્સર થવાની શક્યતાઓ વધી જાય છે. અમેરિકન સંશોધકોનું કહેવું છે કે, એસ્પરિનને કારણે ઘણીવાર ઘા વાગે તો શરીરમાં અાંતરિક લોહીનો સ્ત્રાવ પણ થાય છે અને દર્દીને ખબર પણ પડતી નથી.

સંશોધકોનું કહેવા મુજબ, આ સમસ્યાના અટકાવવા એસ્પરિનના બદલે હેલ્ધી વિકલ્પ તરીકે ટામેટાં વાપરી શકાય છે. જેને લોહી ગંઠાવાની તકલીફ નથી હોતી તેઓ કાચા ટામેટાં લેવાનું રાખે તો રક્ત ભ્રમણ સુધરે છે. ટામેટાંના બીમાં બ્લડ પ્રોટીન અટકાવીને બ્લડ સર્ક્યુલેશન સુધારવાની નેચર ક્ષમતા છે.