જન્માષ્ટમીના તહેવારને પગલે સૌરાષ્ટ્રમાં જુગારની મોસમ ખીલી ઉઠે છે. આ વખતે પણ અનેક શખ્સોને પોલીસે પકડ્યા છે.તીન પતીનો જુગાર ખેલતા, તહેવારો ચાલ્યા ગયા છે છતાં પણ જુગાર હજુ યથાવત છે. ગત રાત્રે આરઆર સેલ પોલીસે જામજોધપુર પંથકમાં દરોડો પાડી આઠ શખ્સો ને અઢી લાખની રોકડ સહિત પોણા ચાર લાખની મતા સાથે પકડી પાડ્યા છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતો ભરત લખમણ નંદાણીયા નામનો શખ્સ પોતાની વાડીએ બહારથી જુગાર રશીકોને ભેગા કરી જુગાર રમાડતો હોવાની હકીકત આરઆર સેલ પોલીસને મળી હતી. જેના આધારે રેંજ પોલીસના સ્ટાફે ગત રાત્રે દરોડો પાડ્યો હતો.
જેમાં જુગાર રમી રહેલા વાડી માલિક, દેવાણદ ઉર્ફે દેવો માલદેભાઈ નંદાણીયા, ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામના દિનેશ ગોરધનભાઈ શીરા, લાલપુર તાલુકાના સણોસરી ગામના ગોવિંદ ભાયાભાઈ ડાંગર, હોથીજી ખાડબા ગામના ભરત કેશુભાઈ ડાંગર, ગોપ ગામના દેવા પેથાભાઈ પાથર, જામનગર ગોકુલનગર વિસ્તારના ભાવેશ રાજુભાઈ વરુ અને ગોપ ગામના કરશન કાળુભાઈ પાથર નામના સખ્સો તીન પતિની મોજ માણતા પકડાઈ ગયા હતા.
પોલીસે જુગાર પરથી રૂપિયા 2,53,000 ની રોકડ, પાંચ મોટર સાયકલ, સાત મોબાઈલ સહિત રૂપિયા 3,72,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેંજ પોલીસે તમામ શખસો સામે જુગાર ધારા મુજબ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોટી રકમના રેંજ પોલીસના કેસને લઈને સ્થાનિક જામજોધપુર પોલીસના જવાબદાર અધિકારી અને બીટ જમાદાર ભીસમાં મુકાઈ ગયા છે કેમ કે ક્વોલીટી કેસને લઈને તેની સામે ખાતાકીય કાર્યવાહીની સંભાવના તોળાઈ રહી છે.
સલમાન ખાન મંતવ્ય ન્યુઝ, જામનગર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
