Not Set/ જામનગર કોંગ્રેસે લોલીપોપ વહેંચી આંતરરાષ્ટ્રીય યુવા બેરોજગાર દિવસ તરીકે ઉજવ્યો PMનો જન્મદિવસ

દેશભરમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી. ત્યારે કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા આજના દિવસે નવતર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જામનગર કોંગ્રેસ OBC સેલના કાર્યકરો દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે નવતર વિરોધ દર્શાવી દેખાવો કર્યા હતા. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ચિત્ર દર્શાવતો પહેરવેશ ધારણ કરી યુવાધન તેમજ શહેરના નાગરિકોને લોલીપોપ […]

Gujarat Others
2333a4a9285e926603fbdde0e21f2b03 જામનગર કોંગ્રેસે લોલીપોપ વહેંચી આંતરરાષ્ટ્રીય યુવા બેરોજગાર દિવસ તરીકે ઉજવ્યો PMનો જન્મદિવસ

દેશભરમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી. ત્યારે કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા આજના દિવસે નવતર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જામનગર કોંગ્રેસ OBC સેલના કાર્યકરો દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે નવતર વિરોધ દર્શાવી દેખાવો કર્યા હતા. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ચિત્ર દર્શાવતો પહેરવેશ ધારણ કરી યુવાધન તેમજ શહેરના નાગરિકોને લોલીપોપ વિતરણ કરવામાં આવી હતી.

જામનગર કોંગ્રેસ ઓબીસી સેલના કાર્યકરો દ્વારા આજે પીએમ ના જન્મ દિવસને આંતરરાષ્ટ્રીય યુવા બેરોજગાર દિવસનું નામ આપવામાં આવ્યું, અને દેશમાં યુવાઓને રોજગારી ન મળી હોવાનો આક્ષેપ કર્યો હતો. હાથ માં જુદા જુદા બેનરો રાખી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ યુવાનોને રોજગારી ના નામે માત્ર લોલીપોપ આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews