Banaskantha/ કોરોના વચ્ચે થરાદ-ધાનેરામાં વધુ એક બીમારીએ ઉચક્યું માથું, તંત્ર થયું એલર્ટ

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને આ વાયરસના કારણે ATYARS મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામ્યા છે, જો કે હાલમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો તો થયો છે,

Gujarat Others
a 6 કોરોના વચ્ચે થરાદ-ધાનેરામાં વધુ એક બીમારીએ ઉચક્યું માથું, તંત્ર થયું એલર્ટ

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને આ વાયરસના કારણે ATYARS મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામ્યા છે, જો કે હાલમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો તો થયો છે, પરંતુ બનાસકાંઠા જીલ્લાના થરાદ અને ધાનેરામાં ડિપથેરિયાના લક્ષણો જોવા મળ્યા છે, જેથી દેખાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનો ચમકારો, ચાર દિવસમાં હજુ વધશે

થરાદ અને ધાનેરામાં ડિપથેરિયાના લક્ષણો જોવા મળતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે, ત્યારબાદ થરાદમાં ડિપથેરિયા માટે ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.

Diphtheria - Health&

આપને જણાવી દઈએ કે, ડિપથેરિયાને કારણે 3 બાળકોના શંકાસ્પદ મોત થયા છે. જેના લીધે 3 બાળકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે, કારણ કે કોરોનાએ પહેલેથી જ જીલ્લામાં કહેર મચાવ્યો છે, ત્યારે બીજો અન્ય કોઈ રોગ માથું ન ઉચકે તે પહેલા તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

BREAKING : થરાદ-ધાનેરામાં કોરોના વચ્ચે ડિપથેરિયાના લક્ષણો, તંત્ર એલર્ટ -  Gujarat ExclusiveGujarat Exclusive

આ પણ વાંચો : હાર્દિક પટેલનું વિવાદીત નિવેદન, અહીં રામ મંદિરમાં ઝાલર વગાડનારા નથી મળતા તો  અયોધ્યા દર્શન કરવા …

શું છે ડિપથેરિયા રોગ?

  • ડિપ્થેરિયા એક પ્રકારના ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી.
  • કોરીનેબેક્ટેરિયમ બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી.
  • બેક્ટેરિયાની અસર મોટા ભાગે બાળકોમાં વધુ થાય છે.
  • બે વર્ષથી 10 વર્ષ સુધીના બાળકોમાં આ રોગ થઇ શકે છે.
  • બેક્ટેરિયા સૌથી પહેલાં ગળામાં ઈન્ફેક્શન ફેલાવે છે જેના કારણે શ્વાસનળી સુધી ઈન્ફેક્શન ફેલાઇ જાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
  • એક સ્થિતિ બાદ તેમાંથી ઝેર નીકળવા લાગે છે જે લોહીના માધ્યમથી બ્રેઇન અને હાર્ટ સુધી પહોંચે છે અને તેને ડેમેજ કરવા લાગે છે. આવી સ્થિતિએ દર્દીને મોતનો ખતરો વધી જાય છે.
  • ડિપ્થેરિયા કમ્યૂનિકેબલ ડિસીઝ છે એટલે કે તે સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઇ શકે છે.