Election/ ભાજપે કર્યા પ્રચારના શ્રી ગણેશ : 6 મહાનગર પાલિકા માટે પ્રચારનો શંખનાદ ફૂંક્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.. સી. આર. પાટીલે અમદાવાદ સહિત છ મનપાના ભાજપના ઉમેદવારોને પ્રજાલક્ષી કામગીરી સંદર્ભે સંકલ્પ લેવડાવ્યો હતો

Gujarat Gujarat Assembly Election 2022 Others
cr patil ભાજપે કર્યા પ્રચારના શ્રી ગણેશ : 6 મહાનગર પાલિકા માટે પ્રચારનો શંખનાદ ફૂંક્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.. સી. આર. પાટીલે અમદાવાદ સહિત છ મનપાના ભાજપના ઉમેદવારોને પ્રજાલક્ષી કામગીરી સંદર્ભે સંકલ્પ લેવડાવ્યો હતો. ત્યારે આ કાર્યકમમાં સીએમ સહિત અનેક નેતાઓ જોડાયા હતા…

પ્રચારના શ્રી ગણેશ

  • મહાનગર પાલિકાની ચૂંટણીનો પ્રચાર
  • 6 મહાનગર પાલિકાનો પ્રચારનો શંખનાદ
  • ભાજપે યોજયો સંકલ્પ કાર્યક્રમ
  • 5 મનપાના ઉમેદવારો જોડાયા વર્ચ્યુઅલી

સ્થાનિક સ્વારાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા પ્રચારને લઈને રણનીતિ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગ રૂપે ભાજપે અમદાવાદમાં આવેલા કાંકરિયામાં સંકલ્પ કાર્યક્રમ યોજ્યો હતો. બાકીના 5 મહાનગર પાલિકાના ઉમેદવારો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરથી ઉમેદવારો વર્ચ્યુઅલી જોડાયા હતા.

  • ઘરે ઘરે સંપર્ક કરવા માટે ભાજપનો પ્રયાસ
  • પ્રચાર માટે ખાસ ડિજિટલ રથનું લોકાર્પણ
  • પ્રજાલક્ષી અને વિકાસકાર્યો કરવા સંકલ્પ
  • તમામ ઉમેદવારોને લેવડાવ્યો સંકલ્પ

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ઉમેદવારો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોકલાવેલો ખાસ સંદેશો વાંચ્યો હતો. પ્રધાનમંત્રીએ સૌ ઉમેદવારોને ન્યુ ઈન્ડિયાના નિર્માણમાં સહભાગી થવા સંદેશામાં જણાવ્યુ હતુ. તેમજ તમામ મહાનગર પાલિકામાં ડિઝિટલ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે રથમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસના કામની વીડિયો ચલાવવામાં આવ્યાં. ત્યારે આ ડિઝિટલ રથ દ્વારા મહાનગર પાલીકાન દરેક વોર્ડમાં ફરી ભાજપનો પ્રચાર કરવામાં આવશે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તમામ મહાનગર પાલિકાના ઉમેદવારો પ્રજા લક્ષી સંકલ્પ લીધા હતા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ વખતે સોશિયલ મીડિયા તેમજ ડિજિટલ પ્રેલેટફોર્મના માધ્યમથી પ્રચાર કરશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો તાજ કોના શિરે જશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…