Not Set/ લોકગાયક જીજ્ઞેશ કવિરાજને પણ મળ્યો ટ્રાફિક નિયમ ભંગ બદલ મેમો

થોડા સમય પહેલા ખુબ ધુણેલું મેમોનું ભૂત ફરી ઘુણતું થયું છે અને ગુજરાતનાં લોક લાડીલા લોકગાયક જીજ્ઞેશ કવિરાજ જોગાનું જોગ આની ઝપટે આવી ગયા છે. અને કેમ નહીં જ્યારે તમે કોઇ સેલિબ્રિટી છો, જ્યારે તમે ઓપિનીયન લિડર છો તો, તમારી જવાબદારી સામાન્ય માણસ કરતા અનેક ગણી છે કે, શિસ્ત અને શિષ્ટાચારનું પાલન કરો અને તેવી […]

Gujarat Others
jignesh લોકગાયક જીજ્ઞેશ કવિરાજને પણ મળ્યો ટ્રાફિક નિયમ ભંગ બદલ મેમો

થોડા સમય પહેલા ખુબ ધુણેલું મેમોનું ભૂત ફરી ઘુણતું થયું છે અને ગુજરાતનાં લોક લાડીલા લોકગાયક જીજ્ઞેશ કવિરાજ જોગાનું જોગ આની ઝપટે આવી ગયા છે. અને કેમ નહીં જ્યારે તમે કોઇ સેલિબ્રિટી છો, જ્યારે તમે ઓપિનીયન લિડર છો તો, તમારી જવાબદારી સામાન્ય માણસ કરતા અનેક ગણી છે કે, શિસ્ત અને શિષ્ટાચારનું પાલન કરો અને તેવી ઉમદારીતે કરો કે, તે જોઇને સામાન્ય માણસ આમ કરવા માટે પ્રેરાય.

વાત જાણે એમ છે કે, રાજ્યભરમાં ટ્રાફિકનાં નિયમની અમલવારી માટે ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડની(મેમો) વસુલ કરવામાં આવે છે. અને ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ લોકગાયક જીજ્ઞેશ કવિરાજને પણ મેમો મળી ગયો છે.  જીજ્ઞેશ કવિરાજ પોતાની કાર લઇને જતા હતા, અને સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાથી મેમો આપવામાં આવ્યો હતો.

લોકગાયક જીજ્ઞેશ કવિરાજને પોલીસ દ્વારા મેમો આપતી છણો કોઇ ફેન દ્વારા કેમેરામાં કેદ કરી અને ફોટો વાઇરલ થતા સાથે લોકગાયક જીજ્ઞેશ કવિરાજને મેમો મળ્યાની ઘટના સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને અમલી કર્યા પછી તેનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો પોલીસ પણ નિયમનું ભંગ કરે છે, તો તેમને પણ દંડ કરવામાં આવે છે. ફોટો વાઇરલ હોવાથી આ મામલાની સત્યતાની પુષ્ટી મંતવ્ય. દ્વારા કરવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.