Not Set/ જામનગર/  પશુ ચરાવવા ગયેલા કાકા અને ભત્રીજાનું નદીમાં ડુબ્યાથી મોત

જામનગરમાં રંગમતીનદીમાં ડુબી જવાથી કાકા ભત્રીજાના મોત નિપજ્યા છે. બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.પોલીસ તપાસ દ્વારા જણાવ્યું  કે કિશોર ડૂબવા લાગતા સાથે રહેલ  કાકાએ પણ ભત્રીજાને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા. તે દરમિયાન બંનેના મોત નિયજ્યા છે.પોલીસે હાલ બંને ના મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી […]

Gujarat Others
8555cb74273ea3640a6056c948f3e304 જામનગર/  પશુ ચરાવવા ગયેલા કાકા અને ભત્રીજાનું નદીમાં ડુબ્યાથી મોત

જામનગરમાં રંગમતીનદીમાં ડુબી જવાથી કાકા ભત્રીજાના મોત નિપજ્યા છે. બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.પોલીસ તપાસ દ્વારા જણાવ્યું  કે કિશોર ડૂબવા લાગતા સાથે રહેલ  કાકાએ પણ ભત્રીજાને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા. તે દરમિયાન બંનેના મોત નિયજ્યા છે.પોલીસે હાલ બંને ના મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

આ મામલે મળતી માહિતી અનુસાર જામનગરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલ રંગમતીનદી માં એક કિશોર અને એક યુવક પશુ ચરાવવા માટે ગયા હતા, એવામાં કિશોર ડૂબવા લાગતા સાથે રહેલ યુવક કાકાએ પણ ભત્રીજાને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા, જે બાદ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરવિભાગનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને રેસ્ક્યુ કરી બન્નેના મૃતદેહોને બહાર કાઢતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

ASP સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવક આદમ હસન કુરેશી અને નૂરમામદ નામનો કિશોર હોવાની ઓળખ થઇ છે.પોલીસે હાલ બંને ના મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.