Not Set/ જિમ્નાસ્ટર દીપા કર્માકર બીએમડબ્લ્યુ કાર પરત કરશે

રીયો ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને અનેક ભારતીયોના દિલ જીતનાર જિમ્નાસ્ટર દીપા કર્માકર ફરી એકવાર ચર્ચામાં છે. રીયોમાં કરેલ શાનદાર પ્રદર્શન બદલ તેને હૈદરાબાદ બેડમિન્ટન એસોસીએશનના અધ્યક્ષ વી ચામુંડેશ્વર નાથે બીએમડબ્લ્યુ કાર ભેંટમાં આપી હતી. જેને ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના હસ્તે દીપાને સોંપવામાં આવી હતી. જોકે દીપાએ હવે આ બીએમડબ્લ્યુ કાર પરત કરવાનો નિર્ણય […]

Uncategorized

રીયો ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને અનેક ભારતીયોના દિલ જીતનાર જિમ્નાસ્ટર દીપા કર્માકર ફરી એકવાર ચર્ચામાં છે. રીયોમાં કરેલ શાનદાર પ્રદર્શન બદલ તેને હૈદરાબાદ બેડમિન્ટન એસોસીએશનના અધ્યક્ષ વી ચામુંડેશ્વર નાથે બીએમડબ્લ્યુ કાર ભેંટમાં આપી હતી. જેને ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના હસ્તે દીપાને સોંપવામાં આવી હતી. જોકે દીપાએ હવે આ બીએમડબ્લ્યુ કાર પરત કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે દીપાના કોચ બિસ્વનંદીના જણાવ્યા મુજબ, દીપાના પરિવારજનો સાથે વાત કરીને અમે આ કાર ન લેવાનો નિર્ણય કર્યો છે. આ કાર ખૂબ જ મોંઘી છે અને તેનું મેઈન્ટેનન્સ પણ સરળ નથી.