Not Set/ જુઓ આદિત્ય પંચોલીને કોણે આપી જાનથી મારી નાખવાની ધમકી

બોલીવૂડ એક્ટર આદિત્ય પંચોલી પાસેથી 25 લાખની ખંડણી માંગવામાં આવી છે. ફોન કરનારે રૂપિયા ન આપવા બદલ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. પંચોલીએ આ મામલે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જોકે હજુ એફઆઈઆર દાખલ થઈ નથી.મુંબઈ ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્શન સેલ આ કેસની તપાસ કરી રહી છે.પંચોલીની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મુન્ના […]

Entertainment
Aditya Pancholi જુઓ આદિત્ય પંચોલીને કોણે આપી જાનથી મારી નાખવાની ધમકી

બોલીવૂડ એક્ટર આદિત્ય પંચોલી પાસેથી 25 લાખની ખંડણી માંગવામાં આવી છે. ફોન કરનારે રૂપિયા ન આપવા બદલ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. પંચોલીએ આ મામલે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જોકે હજુ એફઆઈઆર દાખલ થઈ નથી.મુંબઈ ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્શન સેલ આ કેસની તપાસ કરી રહી છે.પંચોલીની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મુન્ના પૂજારી નામના એક વ્યક્તિએ 18 ઓક્ટોબરથી 3 અલગ-અલગ નંબર પરથી તેને અનેક વખત કોલ કર્યા છે. ફોન રિસીવ ન કરવા પણ તેણે મેસેજ પણ કર્યા છે. જેમાં અપશબ્દો લખવા ઉપરાંત ખંડણી ન આપવા પર જાનથી મારવાની ધમકી પણ આપી છે. ખંડણી માગનાર વ્યક્તિએ તેનો બેંક એકાઉન્ટ નંબર પણ આપ્યો છે અને તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું છે.