Not Set/ જૂનાગઢ/ જીલ્લામાં આવ્યા એક સાથે ચાર પોઝિટિવ કેસ, કુલ સંખ્યા પહોંચી 35 પર…

છેલ્લે સુધી જ્યાં કોરોના પહોંચી શક્યો ન હતો તેવા ગુજરાતનાં જીલ્લાઓમાંથી એક એવા જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર રહી રહીને વધી રહ્યો છે.  જૂનાગઢ જિલ્લામાં આજે એક સાથે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસો વધ્યા હોવાનુું નોંધવામાં આવી રહ્યું છે. જિલ્લાના સાંખડાવદરના 70 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જયારે જિલ્લાના ચોરવાડમાં ત્રીજી જૂને અમદાવાદથી આવેલા એક જ પરિવારના બે પુરુષ […]

Gujarat Others
879405f4822d7c486ed5c47685a06b7c જૂનાગઢ/ જીલ્લામાં આવ્યા એક સાથે ચાર પોઝિટિવ કેસ, કુલ સંખ્યા પહોંચી 35 પર...

છેલ્લે સુધી જ્યાં કોરોના પહોંચી શક્યો ન હતો તેવા ગુજરાતનાં જીલ્લાઓમાંથી એક એવા જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર રહી રહીને વધી રહ્યો છે.  જૂનાગઢ જિલ્લામાં આજે એક સાથે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસો વધ્યા હોવાનુું નોંધવામાં આવી રહ્યું છે. જિલ્લાના સાંખડાવદરના 70 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જયારે જિલ્લાના ચોરવાડમાં ત્રીજી જૂને અમદાવાદથી આવેલા એક જ પરિવારના બે પુરુષ અને એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં આજે સામે આવેલા ચાર કેસની સાથે  અત્યાર સુધીમાં કુલ 35 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે. તો અત્યાર સુધીમાં 27 લોકોને ડિસચાર્જ કરવામાં આવેલ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું  કોરોના થી મૃત્યુ થયેલ છે. હાલ જૂનાગઢ જીલ્લામાં આઠ લોકો કોરોના એક્ટિવ હોવાથી સારવાર હેઠળ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews