Not Set/ જૂનાગઢ/ વિસાવદર ખાતે નોધાયો વધુ એક કોરોના પોઝિટીવ કેસ

ગુજરાત રાજ્યમાં  કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના પોઝીટીવ નો આંકડો ૧૦૦૦૦ ને પાર પહોચવા આવ્યો છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે કોરોનાએ નજર દોડાવી છે. ગુજરાતના મુખ્ય જિલ્લાઓ માંથી હવે તાલુકા મથક પર પહોંચી રહ્યો છે. આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સગીર વયના બાળકનો કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વિસાવદર ગામમાં હડકંપ મચી જવા પામેલ […]

Gujarat Others
24353045af4658671e1e4bfa555d98ef જૂનાગઢ/ વિસાવદર ખાતે નોધાયો વધુ એક કોરોના પોઝિટીવ કેસ

ગુજરાત રાજ્યમાં  કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના પોઝીટીવ નો આંકડો ૧૦૦૦૦ ને પાર પહોચવા આવ્યો છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે કોરોનાએ નજર દોડાવી છે. ગુજરાતના મુખ્ય જિલ્લાઓ માંથી હવે તાલુકા મથક પર પહોંચી રહ્યો છે. આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સગીર વયના બાળકનો કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વિસાવદર ગામમાં હડકંપ મચી જવા પામેલ છે. જૂનાગઢ જિલ્લામાં આજ સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 5 પર પહોંચી ચુક્યો છે.

આરોગ્ય વિભાગે આપેલી જાણકારી અનુસાર આ કિશોર અને તેના વાલી 8 મી તારીખે મુંબઈથી આવ્યા હતા. આ પરીવાર ત્યારથી જ હોમ કોરોન્ટાઈન હતો. તેમના સેમ્પલ 14મી તારીખે  લેવામાં આવ્યા હતા. જેમાંથી આજે આ કિશોરનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 15 વર્ષના આ દર્દીનું નામ દિવ્યમ કિશોરભાઈ વધાસિયા છે.

આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવીમોબાઇલ એપ્લિકેશન