ગુજરાત પર એક તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તો બીજી તરફ લાલચુઓનો કહેર સામે આવી રહ્યો છે. લાલચુઓ દ્વારા લોકડાઉનનાં સમયમાં પણ મજૂરોની સાથે ઉભા રહી તેને સહાય કરવાની જગ્યાએ, મજૂરોનું શોષણ કરવા જેવી માનવતાને કંલક લગાડતી ઘટના સામે આવી છે. જી હા, આ ઘટનામાં તો મજૂરોનું શોષણ કરવુ તે જઘન્ય અપરાધ તો કરવામાં આવ્યો છે, પરંતુ ખેદ પૂર્ણ વાત તે પણ છે કે જે મજૂરોનું શોષણ કરી કાળી મજૂરી કરાવવામાં આવી રહી હતી તે મજૂરો બાળ મજૂરો હોવાનું પણ સામે આવે છે.
રાજકોટ જીલ્લાનાં જેતપુરમાંથી પ્રદુષણના પાપીઓનું વધુ પાપ બહાર આવ્યું છે. એક તો જેતપુરને પહેલાથી જ પાણીથી પ્રદુષણ કરી ને પ્રકૃતિ ને બરબાદ કરી જ દીધી છે. તો હવે પાપીઓ એ બાળકોના બાળપણને પણ બરબાદ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ કારસાને આંજામ આપતી સમગ્ર ઘટના જોવામાં આવે તો…
જેતપુર માં CID -ગુજરાત (ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત પુલીસ) અને બચપન બચાવો નામની સંસ્થાનાં ઉપક્રમે સંયુક્ત રીતે સાડી ફિનિસિંગના કારખાનામાં રેડ કરવામાં આવી હતી. જેમાં ભોજાધાર વિસ્તારમાં ગાયત્રી ફિનિસિંગ અને અતુલ ફિનિસિંગ વર્ક નામના કારખાના માં રેડ કરવા માં આવી હતી જેમાં થી 35 બાળ મજૂરો ને છોડાવવા માં આવ્યા હતા.
જેતપુરનાં ડાઇંગનાં આ કારખાનામાં રેડ CID ગુજરાત ના ADGP અનિલ પ્રથમ ની સીધી દેખરેખ હેઠળ કરવા માં આવી હતી, આ તમામ બાળકોને, તેમનાં આધાર કાર્ડ સાથે ચેક કરવા માં આવ્યા હતા, આ તમામ બાળકો ને રાજકોટ બાળ સંરક્ષણ ગૃહ માં લઇ જવાય હતા અને તેવો ને તેમના માતાપિતા પાસે મોકલવા ની કામગીરી કરવા માં આવી હતી
તમામ બાળ મજૂરો પર પ્રાંત ના હોવાનું સામે આવી રહ્યું છે. તો સાથે સાથે તમામ ને કારખાના માં ગોંધી રાખવામાં માં આવ્યા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ રહી છે. બાળકોને નાની નાની ઓરડી માં સમાવિષ્ટ થવાની જગ્યા હોય તેની સામે વધુ બાળકોને રાખવા માં આવ્યા હતા. તમામ બાળકો પાસે 12 કલાક કામ કરાવવા માં આવતું હતું. 12 કલાક ની કાળી મજૂરી સામે માત્ર 200 રૂપિયા જ મજૂરી આપવા માં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. બાળકો દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે કે, આ તમામ યાતના ઉપરાંત પૂરતું ખાવા નું પણ નહોતું મળતું
તમામ બાળકોને રાજકોટ કોવિડ ટેસ્ટ કરવા લઈ જવાયા હતા અને કોવિડ ટેસ્ટ બાદ બાળ સંરક્ષણ ગૃહ માં રાખવામાં આવશે તેમજ બાળકોને તેના માતા પિતા પાસે પોચાડવાની કામગીરી શરૂ કરાશે. જો કે, તપાસનીસ અધિકારી દ્વારા આ મામલે વધુ જાણકારી આપતા જણાવાયુ હતું કે, હજુ પણ રેડ ચાલી રહી છે અને હજુ વધુ બાળ મજૂરો પકડાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
