Not Set/ જો ભારત-ચીન વધુ ટેસ્ટિંગ કરશે તો અમેરિકા કરતા વધુ કેસ આવશે સામે : ટ્રમ્પ

ભારતમાં લોકડાઉનમાં છૂટ બાદ કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા વધીને 2,36,657 થઈ ગઈ છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 9,887 કેસ નોંધાયા છે. દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનમાં કોરોના દર્દીઓની સંખ્યાને લઈને મોટો દાવો કર્યો છે. શુક્રવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના […]

World
39124a93ecd61ae2339ccef9db0ec3c6 જો ભારત-ચીન વધુ ટેસ્ટિંગ કરશે તો અમેરિકા કરતા વધુ કેસ આવશે સામે : ટ્રમ્પ

ભારતમાં લોકડાઉનમાં છૂટ બાદ કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા વધીને 2,36,657 થઈ ગઈ છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 9,887 કેસ નોંધાયા છે. દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનમાં કોરોના દર્દીઓની સંખ્યાને લઈને મોટો દાવો કર્યો છે.

શુક્રવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, જો ભારત અને ચીન મોટા પ્રમાણમાં કોવિડ-19 ટેસ્ટિંગ કરે છે, તો અમેરિકા કરતાં અહીં વધુ કેસ નોંધાય છે. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના વાયરસનાં સૌથી વધુ દર્દીઓ યુનાઇટેડ સ્ટેટ્સનાં છે, અત્યાર સુધીમાં 17,45,803 લોકોની પુષ્ટિ થઈ છે, જ્યારે રોગચાળાને કારણે 1,02,107 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોના અંગે પર બોલતા ટ્રમ્પે કહ્યું કે, જેટલું તમે ટેસ્ટિંગ કરો તેટલું યાદ રાખો, વધુ કેસો સામે આવશે. અમેરિકાએ રોગચાળાનાં સંકટમાં 20 મિલિયન કોરોના ટેસ્ટ કર્યા છે. વળી જર્મનીએ 4 કરોડ અને દક્ષિણ કોરિયાએ 30 મિલિયન પરીક્ષણો કર્યા છે. ટ્રમ્પે આ દરમિયાન કહ્યું હતું કે યુ.એસ. માં અર્થવ્યવસ્થા હવે વેગ પકડી રહી છે. અમે આશંકાઓને વાસ્તવિકતામાં ફેરવા દીધી ન હોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.