Not Set/ ટીવીની સંસ્કારી વહુ રહી ચુકેલી હિના ખાન કેમ છે ફિટ એન્ડ ફાઈન, જુઓ તેનો વર્ક આઉટ વિડીયો

હિના ખાને હાલમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચીમાં બની રહી છે. કેટલીકવાર તેના ડાન્સ વિડીયો અને ક્યારેક રસોઈનાં વિડીયો ચાહકોનું મનોરંજન કરે છે. હિના ખાને આ વખતે તેનો વર્કઆઉટ વિડીયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે પિલેટ્સ વર્કઆઉટ કરતી […]

Uncategorized
2c43ed930718a2463868b32aa83cdfc6 ટીવીની સંસ્કારી વહુ રહી ચુકેલી હિના ખાન કેમ છે ફિટ એન્ડ ફાઈન, જુઓ તેનો વર્ક આઉટ વિડીયો

હિના ખાને હાલમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચીમાં બની રહી છે. કેટલીકવાર તેના ડાન્સ વિડીયો અને ક્યારેક રસોઈનાં વિડીયો ચાહકોનું મનોરંજન કરે છે. હિના ખાને આ વખતે તેનો વર્કઆઉટ વિડીયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે પિલેટ્સ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે. તેના ચાહકોએ પણ વિડીયો પર પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી દીધી છે.

હિના ખાનનો વર્કઆઉટ વિડીયો લગભગ 8 લાખ વખત જોવામાં આવ્યો છે. આ 3 મિનિટનાં વિડીયોમાં તે જોઇ શકાય છે કે તે તેની ફિટનેસ માટે કેટલી મહેનત કરે છે. આ વિડીયોનાં માધ્યમથી હિના ખાન તેના પ્રશંસકોને ફિટનેસ વિશે પણ જાગૃત કરી રહી છે. હિના ખાને તાજેતરમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં તે બિરયાની બનાવતી જોવા મળી હતી.

આપને જણાવી દઈએ કે, હિના ખાને ટીવીની દુનિયામાં યે રિશ્તા ક્યા કહલાતા હૈથી મજબૂત ઓળખ બનાવી હતી. આ પછી તે ખતરો કે ખિલાડીઅને બિગ બોસજેવા રિયાલિટી શો માં પણ જોવા મળી હતી. ટીવી જગતમાં સંસ્કારી વહુની ભૂમિકા નિભાવ્યા બાદ અભિનેત્રીએ કસૌટી જિંદગી કી માં કોમોલિકાની ભૂમિકા પણ ભજવી હતી. ટીવી પછી, અભિનેત્રીએ ફિલ્મ હૈક્ડદ્વારા બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને આ ફિલ્મ થકી, તેણે લોકોનું દિલ જીતવા માટે કોઈ કસર છોડી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.