Not Set/ ટીવી સિરિયલના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, 13 જુલાઈથી જોઈ શકશો આ શોના નવા એપિસોડ્સ

હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. આ વાયરસને અટકાવવા માટે લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ હવે જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને છૂટછાટ આપવામાં આવી રહી છે. આ અંતર્ગત છેલ્લા ઘણા મહિનાઓથી બંધ પડેલી સિરિયલનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી લઈને ‘કસૌટી જિંદગી કી 2’ સુધી 13 […]

Uncategorized
d2ee07cb4cf761ea497996c433c092df ટીવી સિરિયલના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, 13 જુલાઈથી જોઈ શકશો આ શોના નવા એપિસોડ્સ

હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. આ વાયરસને અટકાવવા માટે લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ હવે જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને છૂટછાટ આપવામાં આવી રહી છે. આ અંતર્ગત છેલ્લા ઘણા મહિનાઓથી બંધ પડેલી સિરિયલનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી લઈને ‘કસૌટી જિંદગી કી 2’ સુધી 13 મી જુલાઈથી નવા એપિસોડ ટીવી પર જોવા મળશે. ચાલો આપને જણાવીએ કે કયા શો ફરીથી શરૂ થઈ રહ્યા છે…

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

શિવાંગી જોશી અને મોહસીન ખાન સ્ટારર સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તાજેતરમાં તેનો નવો પ્રોમો પણ રિલીઝ કરવામાં  આવ્યો હતો, જેમાં નાયરાની ડબલ ભૂમિકા જોવા મળી રહી છે. શોના નવા એપિસોડ 13 જુલાઈથી રાત્રે 9.30 વાગ્યે ટેલિકાસ્ટ થશે.

કસૌટી જિંદગી કી 2

પાર્થ સમથાન (અનુરાગ) અને એરિકા ફર્નાન્ડિઝ (પ્રેરણા) ની લવ સ્ટોરી નવી શરૂઆત કરવા જઇ રહી છે. લીપ પછી, આ સિરીયલમાં ફરી એકવાર નવો વળાંક આવશે. અનેક સ્ટાર કાસ્ટ્સ પણ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 13 જુલાઈથી રાત્રે 8 વાગ્યે, આપને નવા એપિસોડમાં નવા ચહેરાઓ પણ જોવા મળશે.

યે રિશ્તે હૈ પ્યાર કે

યે રિશ્તા હૈ પ્યાર કે, શોના નવા એપિસોડ 13 જુલાઈથી રાત્રે 9 વાગ્યે જોવા મળશે. આ સમયે તમને અબીરનું નવું રૂપ જોવા મળશે, જે તેના પ્રિયજનોને બચાવવા માટે તેમની ઢાળ બનશે.

યે હૈ ચાહતે

આ સીરિયલનો નવો પ્રોમો પણ બહાર આવ્યો છે. શું રુદ્રાક્ષને તેની જવાબદારી અને સારા સંબંધોનો અહેસાસ થશે? તમે 13 જુલાઈથી રાત્રે 10.30 વાગ્યે સ્ટાર પ્લસ પર શો જોઈ શકો છો.

અનુપમા

‘અનુપમા’ સિરિયલ 13 જુલાઈથી રાત્રે 10 વાગ્યે જોઇ શકાશે. તે અનુપમાની વાર્તા બતાવશે, જે દરેકની ખુશીની સંભાળ રાખે છે, પરંતુ તેના હૃદયની સ્થિતિ કોઈ નથી જાણતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.