Not Set/ ટેકનોલોજી/ Xiaomi 2020 માં ભારતીય બજારમાં લોન્ચ કરશે આ સ્માર્ટ ડિવાઇસ

સ્માર્ટફોન અગ્રણી કંપની શાઓમી સ્માર્ટ ડિવાઇસીસમાં પણ પોતાને મજબૂત કરી રહી છે અને તેથી જ કંપની દર મહિને એક પ્રોડક્ટ લોન્ચ કરે છે. તાજેતરમાં જ શાઓમીએ સ્માર્ટ ટેમ્પ્રેચર નિયંત્રણ સાથે સ્થાનિક બજારમાં ફિશ ટેન્ક લોન્ચ કરી હતી. માત્ર ફિશ ટેન્ક જ નહીં, પણ વર્ષ 2019 માં કંપનીએ ચીનનાં બજારમાં ઘણા સારા ઉત્પાદનો લોન્ચ કર્યા હતા. […]

Tech & Auto
Xiaomi ટેકનોલોજી/ Xiaomi 2020 માં ભારતીય બજારમાં લોન્ચ કરશે આ સ્માર્ટ ડિવાઇસ

સ્માર્ટફોન અગ્રણી કંપની શાઓમી સ્માર્ટ ડિવાઇસીસમાં પણ પોતાને મજબૂત કરી રહી છે અને તેથી જ કંપની દર મહિને એક પ્રોડક્ટ લોન્ચ કરે છે. તાજેતરમાં જ શાઓમીએ સ્માર્ટ ટેમ્પ્રેચર નિયંત્રણ સાથે સ્થાનિક બજારમાં ફિશ ટેન્ક લોન્ચ કરી હતી.

માત્ર ફિશ ટેન્ક જ નહીં, પણ વર્ષ 2019 માં કંપનીએ ચીનનાં બજારમાં ઘણા સારા ઉત્પાદનો લોન્ચ કર્યા હતા. હવે કંપની તેની કેટલીક પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં પણ લોંચ કરવાની તૈયારી કરી રહી છે. અમે તમને કેટલાક સ્માર્ટ ડિવાઇસ વિશે માહિતી આપીશું જે વર્ષ 2020 માં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે.

1) Xiaomi Fish Tank

Image result for xiaomi launch fish tank in 2020

299 આરએમબી એટલે કે આશરે 3,000 રૂપિયાની કિંમત સાથે, શાઓમીએ ચીની બજારમાં ફિસ ટેન્ક લોન્ચ કરી. તેની વિશેષતા એ છે કે તેમા તમારે વારં-વાર ટેન્કનું પાણી બદલવું પડશે નહીં. તે એવી રીતે બનાવવામાં આવી છે કે ટેન્ક પોતે નાઈટ્રેટ્સ અને અન્ય ગંદકીને પાણીથી અલગ કરે છે.

2) Bluetooth Alarm Clock with temperature and humidity sensor

Image result for xiaomi Bluetooth Alarm Clock with temperature and humidity sensor

બ્લૂટૂથ એલાર્મ ક્લોક બ્લૂટૂથની મદદથી ફોનથી કનેક્ટ કરવામાં આવે છે. જે પછી ઘડિયાળમાં એલાર્મ સેટ કરી શકાય છે. તેની વિશેષતા એ છે કે તેમાં તાપમાન અને હ્યુમિડિટી સેન્સર પણ છે. જણાવી દઇએ કે, ચીનમાં તેની કિંમત 59 આરએમબી (590 રૂપિયા) છે.

3) Xiaomi smart Garbage bin

F132F1E2 91A4 4A97 943F ટેકનોલોજી/ Xiaomi 2020 માં ભારતીય બજારમાં લોન્ચ કરશે આ સ્માર્ટ ડિવાઇસ

આ સ્માર્ટ ગારબેજ બિન એક ઓટોમેટિક કેન ખોલવાની સુવિધા સાથે આવે છે. તે એક સમયે 12 લિટર સુધીનાં કચરાની ક્ષમતા ધરાવે છે. તે કચરો ભરાઇ ગયા પછી તે ઓટોમેટિક સીલ થઈ જાય છે. તેની કિંમત 199 આરએમબી (આશરે 2,050 રૂપિયા) છે.

4) Xiaomi FM Radio power bank

USB ટેકનોલોજી/ Xiaomi 2020 માં ભારતીય બજારમાં લોન્ચ કરશે આ સ્માર્ટ ડિવાઇસ

આ એક પાવર બેંક છે જેમાં એફએમ રેડિયો સંકલિત છે. તેમાં 10,000 એમએએચની બેટરી સાથે બે યુએસબી ટાઇપ-એ પોર્ટ આપવામાં છે. વર્ષ 2020 માં, શાઓમી આ સ્માર્ટ ડિવાઇસ ભારતમાં લોન્ચ કરી શકે છે. ચીનમાં એફએમ રેડિયો પાવર બેંકની કિંમત 138 આરએમબી (1,408 રૂપિયા) છે.

5) Redmi Speaker Play

maxresdefault 2 ટેકનોલોજી/ Xiaomi 2020 માં ભારતીય બજારમાં લોન્ચ કરશે આ સ્માર્ટ ડિવાઇસ

આ કોઇ સામાન્ય સ્પીકર નથી પરંતુ તે XiaoAI 3.0 વર્ચુઅલ વોઇસ સહાયકથી સજ્જ છે. તમે સ્માર્ટ સ્પીકર્સની સહાયથી સ્માર્ટ હોમ ડિવાઇસેસને નિયંત્રિત કરી શકો છો. તેની કિંમત 79 આરએમબી (800 રૂપિયા) છે.

6) Xiaomi Electric Pressure Cooker

Image result for Xiaomi Electric Pressure Cooker

2019 માં, શાઓમીએ 599 આરએમબી (6,300 રૂપિયા) ની કિંમત સાથે ચાઇનામાં ઇલેક્ટ્રિક પ્રેશર કૂકર પણ લોન્ચ કર્યુ હતુ. તેમાં નિયમિત પ્રેશર રાઇસ કુકર આપવામાં આવે છે. સ્માર્ટ ઇલેક્ટ્રિક પ્રેશર કૂકરમાં એક મોટી OLED સ્ક્રીન રજૂ કરવામાં આવી છે જેમાં ખરીદદારો કૂકિંગ પેરામીટર્સ, ટેમ્પ્રેચર અને સમય જોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.