Not Set/ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને IT ની નોટિસ, હાજર થવા આપ્યો આદેશ

નવી દિલ્હીઃ ભારતની સૌથી સફળ ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા મુશ્કેલીમાં પડી શકે છે. સર્વિસ ટેક્સ વિભાગે સાનિયાને ટેક્સ ચોરીના મામલે સમન્સ મોકલ્યું છે. સર્વિસ ટેક્સની ચુકવવા સાનિયામિર્ઝાને નોટિસ મોકલવામાં આવી છે. મુખ્ય IT અધિકારી દ્વારા 6 ફેબ્રુઆરીએ ટેનિસ સ્ટારને સમન્સ ફટકારવામાં આવ્યું હતું. અને 16 ફેબ્રુઆરીના રોજ હાજર રહેવા માટે નોટિસમાં કહેવામાં આવ્યું છે. […]

Uncategorized
3 service tax department summons tennis player sania mirza for alleged evasion ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને IT ની નોટિસ, હાજર થવા આપ્યો આદેશ

નવી દિલ્હીઃ ભારતની સૌથી સફળ ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા મુશ્કેલીમાં પડી શકે છે. સર્વિસ ટેક્સ વિભાગે સાનિયાને ટેક્સ ચોરીના મામલે સમન્સ મોકલ્યું છે.

સર્વિસ ટેક્સની ચુકવવા સાનિયામિર્ઝાને નોટિસ મોકલવામાં આવી છે. મુખ્ય IT અધિકારી દ્વારા 6 ફેબ્રુઆરીએ ટેનિસ સ્ટારને સમન્સ ફટકારવામાં આવ્યું હતું. અને 16 ફેબ્રુઆરીના રોજ હાજર રહેવા માટે નોટિસમાં કહેવામાં આવ્યું છે. જો તે ના હાજર રહી શકે તો તેના દ્વારા કોઇ વ્યક્તિને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, નાણાંકીય કાયદા, 1994ની જોગવાઈઓ અને બનાવવામાં આવેલ નિયમોના સંબંધમાં સર્વિસ ટેક્સ ચકવવા અથવા વચન પાળવાને લઈને તમારી વિરૂદ્ધ તપાસના સંબંધમાં પૂછપરછ કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે, તમારી પાસે તપાસ સાથે જોડાયેલ તથ્ય અને દસ્વાતેજ હશે.