Not Set/ ટ્રક બારોબાર વેચી વિમો પકવાનું કૌભાંડ, 5 લોકો ઝડપાયા, 27 લાખનો વિમાં કંપની પાસેથી મેળવ્યાની કબૂલાત

વડોદરાઃ જિલ્લા LCB એ ટ્રક ચોરીની ખોટી ફરીયાદ આપી ટ્રકને ભંગારમાં વેચી દઇ વીમો પકવતા પાંચ ભેજાબાજને પકડી પાડી લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં વારંવાર ટ્રક ચોરીની ફરીયાદ મળતાં જિલ્લા LCB એ ટ્રક ચોરીનાં ગુન્હા ની તપાસ હાથ ધરી હતી. જેમા પોલીસને શંકા જતા ટ્રક ચોરીની ફરીયાદ આપનાર ડભોઇનાં રહેવાસી […]

Uncategorized

વડોદરાઃ જિલ્લા LCB એ ટ્રક ચોરીની ખોટી ફરીયાદ આપી ટ્રકને ભંગારમાં વેચી દઇ વીમો પકવતા પાંચ ભેજાબાજને પકડી પાડી લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

વડોદરા શહેર અને જિલ્લામાં વારંવાર ટ્રક ચોરીની ફરીયાદ મળતાં જિલ્લા LCB એ ટ્રક ચોરીનાં ગુન્હા ની તપાસ હાથ ધરી હતી. જેમા પોલીસને શંકા જતા ટ્રક ચોરીની ફરીયાદ આપનાર ડભોઇનાં રહેવાસી ચિરાગ અરવિંદભાઈ પટેલની ઉલટ તપાસ શરુ કરી હતી. જેમા પોલીસે કડક પૂછપરછ કરતા ટ્રક ચોરીની ખોટી ફરીયાદ આપી ટ્રકને ભંગારમાં વેચી દઇ અને વીમો પકવી લીધો હોવાની કબૂલાત કરી હતી. જે અંગે તેની વધું પૂછપરછ કરતાં આ જ પ્રકારે ટ્રક ચોરીની ફરીયાદ પોલીસમાં આપી અને ટ્રક વેચી મારવાના અને વીમો પકવવાનાં વધું કિસ્સા પ્રકાશમાં આવ્યાં હતાં.

હાલ સુધીમાં વીમા કંપની પાસેથી 27 લાખ રૂપિયા મેળવ્યા હોવાની પણ કબૂલાત કરી હતી.જે ગુન્હામાં પોલીસે ચિરાગ પટેલ અને અન્ય ચારની ધરપકડ કરી છે. જ્યારે ભંગારમા ટ્રક ખરીદનાર વડોદરા તેમજ અમદાવાદનાં બે ભંગારનાં વેપારીની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર કૌભાંડમાં વીમા કંપનીનાં કર્મચારી શામેલ છે કે કેમ અને અન્ય કેટલી ટ્રક ચોરીની ફરિયાદોમાં આ પ્રકારનું કૌભાંડ આચર્યુ છે તેં દિશામાં તપાસ હાથ ધરી છે.