Not Set/ ટ્રમ્પે મોદીને ફોન કર્યો ફોન, બંને નેતાએ રક્ષા અને આર્થિક સહયોગ વધારવા મુદ્દે કરી વાત

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. મોદીએ ટ્રમ્પને અમેરીકાના પ્રેસિડેન્ટ બનવા પર અભિનંદન પાઠવ્યા. જ્યારે ટ્રમ્પે મોદીને અમેરિકા આવવામાં માટે આમંત્રણ આપ્યું. ફોન કોલ દરમિયાન ટ્રમ્પે એ વાત પર ભાર આપ્યો કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા અમેરિકા ભારતને સાચો મિત્ર અને સહયોગી સમજે છે. વ્હાઈટ હાઉસ […]

Uncategorized
know the pm ટ્રમ્પે મોદીને ફોન કર્યો ફોન, બંને નેતાએ રક્ષા અને આર્થિક સહયોગ વધારવા મુદ્દે કરી વાત

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. મોદીએ ટ્રમ્પને અમેરીકાના પ્રેસિડેન્ટ બનવા પર અભિનંદન પાઠવ્યા. જ્યારે ટ્રમ્પે મોદીને અમેરિકા આવવામાં માટે આમંત્રણ આપ્યું. ફોન કોલ દરમિયાન ટ્રમ્પે એ વાત પર ભાર આપ્યો કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા અમેરિકા ભારતને સાચો મિત્ર અને સહયોગી સમજે છે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ બંને દેશના વડાએ આર્થિક અને રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારવાના મુદ્દા પર ભાર આપ્યો.  મોદીએ ટ્વિટ કરીને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા ‘જગતનું જમાદાર’ બનવા નથી માંગતું. અમેરિકાએ ખાલી કરેલી જગ્યાને ભરવા રશિયા અને ચીન તલપાપડ છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે જિનપિંગ અને પુતિન પહેલા મોદી સાથે વાત કરી.

વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલા એક જાણકારી અનુસાર, ભારતીય સમય પ્રમાણે મંગળવારે રાત્રે 11.30 કલાકે ટ્રમ્પ અને મોદી વચ્ચે  ટેલિફોનિક વાતચીત થઈ હતી. અમેરીકાના 45માં પ્રેસિડેન્ટ બનેલા ટ્રમ્પ અને મોદી વચ્ચે ઇકોનોમીક, ડિફેન્સ કો-ઓપરેશન અને પ્રાદેશિક સુરક્ષાના મુદ્દે વાતચીત થઇ. સાથે-સાથે પીએમ મોદી દુનિયાના એવા પાંચમાં નેતા પણ બન્યા જેની સાથે ટ્રમ્પે ઓફિસનો કાર્યભાર સંભાળ્યા બાદ વાત કરી હોય. જાપાનના વડાપ્રધાન શિંઝો એબે, ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન કરતા પણ પહેલા ટ્રમ્પે મોદી સાથે વાતચીત કરી હતી.  ટ્રમ્પે મોદીને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું.  પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતુ કે ભારત અને યુએસ પોતાના સંંબંધોને વધુ સારા બનાવવા સક્ષમ છે.

મોદીએ બુધવારે સવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, મંગળવારે સાંજે મારી અને ટ્રમ્પની વચ્ચે ઉષ્માપૂર્વકની વાતચીત થઈ.  બંનેએ સાથે મળીને દ્વિ-પક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.  મેં ટ્રમ્પને ભારત આવવા આમંત્રણ આપ્યું અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કર્યા બાદ ફોન પર વાત કરી હોય તેવા નરેન્દ્ર મોદી પાંચમા વિદેશી નેતા છે. 21 જાન્યુઆરીએ ટ્રમ્પે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો  અને મેક્સિકોના એનરિક પેના નિતો સાથે વાત કરી હતી.રવિવારે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ અને સોમવારે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી સાથે ફોન પર વાત કરી હતી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને જે પાંચ વૈશ્વિક નેતાએ સૌથી પહેલા અભિનંદન આપ્યા હતા તેમાં પીએમ મોદી પણ સામેલ હતા.