Not Set/ ટ્રમ્પ બાદ ઇઝરાઇલનાં PM બેન્જામિન નેતન્યાહૂએ PM મોદીને કહ્યુ- Thank You

ભારત સહિત વિશ્વનાં દેશો કોરોના વાયરસ સંકટથી ઝઝૂમી રહ્યા છે. લગભગ તમામ દેશો કોરોના વાયરસની પકડમાં આવી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોના ચેપને રોકવા માટેનાં પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે વૈશ્વિક મંચ પર પીએમ મોદીની એકવાર ફરી પ્રશંસા થઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ ઇઝરાઇલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડા […]

World

ભારત સહિત વિશ્વનાં દેશો કોરોના વાયરસ સંકટથી ઝઝૂમી રહ્યા છે. લગભગ તમામ દેશો કોરોના વાયરસની પકડમાં આવી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોના ચેપને રોકવા માટેનાં પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે વૈશ્વિક મંચ પર પીએમ મોદીની એકવાર ફરી પ્રશંસા થઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ ઇઝરાઇલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

ઇઝરાઇલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એન્ટી મેલેરીયલ દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન સપ્લાય કરવાના ભારતનાં નિર્ણય બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ અગાઉ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાઓનાં સપ્લાયને મંજૂરી આપવાના નિર્ણય બદલ તેમનો આભાર માન્યો હતો. ઇઝરાઇલનાં વડા પ્રધાન કાર્યાલય દ્વારા પીએમ મોદીનો આભાર માનવામાં આવ્યો હતો. ઇઝરાઇલનાં વડા પ્રધાનની કચેરીનાં ટ્વીટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટમાં લખ્યું છે કે, મારા મિત્ર પીએમ નરેન્દ્ર મોદી ઇઝરાઇલને હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાઓ મોકલવા બદલ તેમનો આભાર માને છે. તમારા આ પગલા બદલ ઇઝરાઇલનાં તમામ નાગરિકો તરફથી તમને આભાર.

આ અગાઉ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના નજીકનાં મિત્ર ગણાવ્યા હતા અને લખ્યું હતું કે, મુશ્કેલીનાં સમયમાં મિત્રો વચ્ચે ગાઢ મદદની જરૂર હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિન પરનાં ભારતનાં પગલા બદલ આભાર. તેમણે લખ્યું કે, અમે ભારતનાં આ પગલાને ક્યારેય નહીં ભૂલાવી શકીએ. પીએમ મોદીએ માત્ર ભારત જ નહીં, માનવતાની પણ મદદ કરી છે. વળી, યુએસ પહેલા, બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ, ઝાયર બોલ્સોનારોએ હાઇડ્રોક્સીક્લોરોક્વિન માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.