Not Set/ જેફ બેઝોસની કુલ સંપત્તિમાં 18 અબજ ડોલરનો ઘટાડો થયા પછી પણ તે…

કોરોના વાયરસને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પતનની આરે છે. બીજી બાજુ, એમેઝોનનાં સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ સતત ત્રીજા વર્ષે વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. એમેઝોનનાં સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ 113 અબજ ડોલર સાથે વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે ટોચનું સ્થાન આજે ધરાવે છે. આ જાણકારી ફોર્બ્સની 34 મી વાર્ષિક વિશ્વની અબજોપતિની યાદીમાં સામે […]

World

કોરોના વાયરસને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પતનની આરે છે. બીજી બાજુ, એમેઝોનનાં સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ સતત ત્રીજા વર્ષે વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. એમેઝોનનાં સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ 113 અબજ ડોલર સાથે વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે ટોચનું સ્થાન આજે ધરાવે છે. આ જાણકારી ફોર્બ્સની 34 મી વાર્ષિક વિશ્વની અબજોપતિની યાદીમાં સામે આવી છે.

આપને જણાવી દઇએ કે, ગયા વર્ષે બેઝોસની કુલ સંપત્તિમાં 18 અબજ ડોલરનો ઘટાડો થયો હતો અને તે ઘટીને 113 અબજ ડોલર થઈ ગઈ છે. તેમ છતાં, તે ટોચ પર છે. 2020 અબજોપતિઓની ફોર્બ્સની સૂચિ મુજબ, માઇક્રોસોફ્ટનાં સ્થાપક બિલ ગેટ્સ 98 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબરે છે. લક્ઝરી મેગ્નેટ (એલવીએમએચએફ) પ્રમુખ અને સીઈઓ બર્નાર્ડ અરર્નાલ્ટ 76 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. વોરન બફેટ 67.5 અબજ ડોલર સાથે ચોથા ક્રમે આવે છે.

વળી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ આ યાદીમાં 17 માં ક્રમે છે અને ભારતનાં સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 44.3 અબજ ડોલર છે. ભારતમાંથી આ યાદીમાં જોડાનાર બીજા વ્યક્તિ રાધાકૃષ્ણ દમાણી છે, જે શેરબજારનાં દિગ્ગજ અને ડીએમઆરટીનાં સ્થાપક છે અને તેઓ 78 માં ક્રમે છે. આ ઉપરાંત ભારતનાં એચસીએલનાં સ્થાપક શિવ નાડરને આ વૈશ્વિક સૂચિમાં 103, ઉદય કોટક 129 માં અને સુનિલ ભારતી મિત્તલ 157 માં ક્રમે છે.

આ યાદીમાં જેફ બેઝોસની ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝી બેઝોસનું નામ પણ શામેલ છે. કુલ 36 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં તે 22 મા ક્રમે છે. ફોર્બ્સ છેલ્લા 34 વર્ષથી આ સૂચિ બહાર પાડી રહ્યુ છે. ફોર્બ્સનાં જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે માર્ચનાં પહેલા પખવાડિયામાં કોરોના વાયરસ ફાટી નીકળતાં 226 લોકો અબજોપતિની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. ફોર્બ્સે કુલ 2,095 અબજોપતિ નોંધ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.