Not Set/ #Coronavirus/ મને ચૂંટણીમાં હારતા જોવા માંગે છે ચીન, કઇ પણ કરશે : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, કોરોના વાયરસ પ્રત્યે ચીનનું વલણ એ પુરાવો છે કે બેઇજિંગ તેમને હરાવવા કંઈ પણ કરશે. રોયટર્સને આપેલા ઇન્ટરવ્યૂંમાં ટ્રમ્પે ચીન વિશે ખૂબ જ કડક શબ્દોમાં વાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ચીનને વાયરસ વિશે પાઠ ભણાવવા માટે અનેક વિકલ્પો પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, […]

World
c5698bb0865ed64920578b21df111f04 #Coronavirus/ મને ચૂંટણીમાં હારતા જોવા માંગે છે ચીન, કઇ પણ કરશે : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, કોરોના વાયરસ પ્રત્યે ચીનનું વલણ એ પુરાવો છે કે બેઇજિંગ તેમને હરાવવા કંઈ પણ કરશે. રોયટર્સને આપેલા ઇન્ટરવ્યૂંમાં ટ્રમ્પે ચીન વિશે ખૂબ જ કડક શબ્દોમાં વાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ચીનને વાયરસ વિશે પાઠ ભણાવવા માટે અનેક વિકલ્પો પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “હું ઘણું કરી શકું છું.”

5135dcd8d184237c44792e0f77d37df9 #Coronavirus/ મને ચૂંટણીમાં હારતા જોવા માંગે છે ચીન, કઇ પણ કરશે : ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળા માટે ચીન વિરુદ્ધ શ્રેણીબદ્ધ આક્ષેપો શરૂ કર્યા છે. આ વાયરસથી અમેરિકામાં અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. અમેરિકાની અર્થવ્યવસ્થા પર તેની માઠી અસર થઇ છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આરોપ છે કે, યુ.એસ.માં આ વાયરસને લઇને શરૂઆતમાં તૈયારીઓ નહોતી કરી. તેમનું માનવું છે કે કોરોના વાયરસ વિશે ચીને વહેલી માહિતી આપવી જોઈતી હતી. શું તેઓ ચીન પર ટેરિફનો ઉપયોગ કરશે? ટ્રમ્પે કોઈ વિગતો આપવાનું ટાળતાં કહ્યું કે, “હું ઘણી વસ્તુઓ કરી શકું છું.” ટ્રમ્પે ચૂંટણી હારાવવાનો આરોપ લગાવતા કહ્યું, “ચીન તેમને હરાવવા માટે કઇ પણ કરશે.” ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ માને છે કે ચીન તેનો હરીફ જો બિડેનને જીતાડવા માંગે છે જેથી તેમના રહેતા જે ચીન પર વેપાર અને અન્ય મુદ્દાઓને લઇને દબાણ બનેલુ છે તે ઓછુ થઇ જાય.

c8dcd664544ed3f517dfb3a4bc7fdcbf #Coronavirus/ મને ચૂંટણીમાં હારતા જોવા માંગે છે ચીન, કઇ પણ કરશે : ડોનાલ્ડ ટ્રમ્પ

નોંધપાત્ર વાત એ છે કે, નવેમ્બરમાં યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણી છે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત વ્હાઇટ હાઉસની રેસમાં સામેલ થયા છે, પરંતુ કોરોના વાયરસનાં રોગચાળાને કારણે તેમના ચૂંટણી પ્રચારને મોટો ઝટકો લાગ્યો છે. કોરોનાએ અમેરિકામાં સૌથી વધુ વિનાશ સર્જ્યો છે. અહીં 10 લાખથી વધુ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે અને 60 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.