Not Set/ ત્રણ દિવસની રજા બાદ ફરી ખુલી બેંકો,35 દિવસ બાદ પણ બેંકો અને ATM બહાર લોકોની લાઇનો યથાવત

અમદાવાદઃ ત્રણ દિવસની બેંકોની રજા બાદ આજે (13-12-2016ને મંગળવારે) ફરી બેંકો ખુલશે. ATM અને બેંકોની બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળશે. રાજ્યમાં સળંગ ત્રણ દિવસની રજા આવી હતી બીજો શનિવારે,  રવિવારે અને સોમવારે ઇદે મિલાદની જાહેર રજા હતી. છેલ્લા 35 દિવસથી બેંકો અને ATM બહાર જે રીતે લાઇનો લાગી હતી ત્યાર બાદ ત્રણ દિવસના નાના વેકેશનથી બેંકો […]

Uncategorized

અમદાવાદઃ ત્રણ દિવસની બેંકોની રજા બાદ આજે (13-12-2016ને મંગળવારે) ફરી બેંકો ખુલશે. ATM અને બેંકોની બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળશે. રાજ્યમાં સળંગ ત્રણ દિવસની રજા આવી હતી બીજો શનિવારે,  રવિવારે અને સોમવારે ઇદે મિલાદની જાહેર રજા હતી. છેલ્લા 35 દિવસથી બેંકો અને ATM બહાર જે રીતે લાઇનો લાગી હતી ત્યાર બાદ ત્રણ દિવસના નાના વેકેશનથી બેંકો સુમસામ ભાસી રહી હતી. રવિવારે મોટા ભાગના ATM ખોલી થઇ ગયા હતા. જેથી લોકોએ પૈસા વગર જ રહેવું પડ્યું હતું.

દેશમાં નોટબંધીના 35 દિવસ બાદ પણ આમ લોકોની હાલાકી ઓછી થવાનું નામ નથી લેતી. ત્યારે ત્રણ દિવસ બેંકો બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બેંકો બંધ હતી તો બીજી બાજું ATM માં પણ રવિવારે જ નાણાં ખુટી ગયા હતા. જેથી લોકોને બે દિવસ કેશલેશ રહેવું પડ્યું હતું.

ત્રણ દિવસ બાદ આજે જ્યારે બેંકો ખુલતા ફરી લોકો ફરી પોતાનો કામધંધો છોડીને  બેંકોની બહાર ગોઠવાય ગયા હતા. એક તરફ લોકો 10,000 અને 2000 હજાર માટે બેંકો અને ATM બહાર લાઇનો લગાવી રહ્યા છે તો બીજી તરફ દેશના દરેક ખુણામાંથી નવી નોટો સાથે કરોડો રૂપિયાની નોટોના કાળા નાણાં તરીકે સંગ્રહ થતો હાવાનો બહાર આવી રહ્યું છે. ત્યારે સરકારના ભ્રષ્ટાચાર અને કાળાનાણાં સામેની લડાઇ નિષ્ફળ જતી દેખાઇ રહી છે.