Not Set/ આ કારણસર યુપીની ભાષા શીખી રહી છે સની લિયોની

બોલીવુડની હોટ એક્ટ્રેસ સની લિયોન તેની આગામી હોરર કોમેડી ફિલ્મ ‘કોકોકોલા’ માટે સખત મહેનત કરી રહી છે. આ ફિલ્મ માટે તે ઉત્તર પ્રદેશની સ્થાનિક બોલી પણ શીખી રહી છે. ફિલ્મના નિર્માતા મહેન્દ્ર ધારીવાલ આગામી મહિના અંતમાં શૂટિંગ શરૂ કરશે. કારણ કે ફિલ્મની સ્ક્રિપ્ટ ઉત્તર પ્રદેશ પર આધારિત છે એટલા માટે સની હજુ પણ ત્યાની સ્થાનિક […]

Uncategorized
cbv dsuovf 11 આ કારણસર યુપીની ભાષા શીખી રહી છે સની લિયોની

બોલીવુડની હોટ એક્ટ્રેસ સની લિયોન તેની આગામી હોરર કોમેડી ફિલ્મ ‘કોકોકોલા’ માટે સખત મહેનત કરી રહી છે. આ ફિલ્મ માટે તે ઉત્તર પ્રદેશની સ્થાનિક બોલી પણ શીખી રહી છે.

ફિલ્મના નિર્માતા મહેન્દ્ર ધારીવાલ આગામી મહિના અંતમાં શૂટિંગ શરૂ કરશે. કારણ કે ફિલ્મની સ્ક્રિપ્ટ ઉત્તર પ્રદેશ પર આધારિત છે એટલા માટે સની હજુ પણ ત્યાની સ્થાનિક ભાષા શીખી રહી છે.

1560514004 0087 આ કારણસર યુપીની ભાષા શીખી રહી છે સની લિયોની

એક નિવેદનમાં સનીએ કહ્યું, “જ્યારે વાત મારા કામની આવે છે, ત્યારે હું નવી વસ્તુઓ શીખવા માટે મારું દિમાગ ખુલ્લું રાખું છું… ભલે પછી તે નવી ભાષા શીખવાની બાબત કેમ ના હોય. આ મને મારી જાતને કલાકાર તરીકે વિકસાવવામાં મદદ કરે છે, અને કામ દરમિયાન નવી વસ્તુઓ શીખવાની કંઇક અલગ જ મજા આવે છે. હું નવી ભાષા શીખી રહી છું અને હું તેને યોગ્ય રીતે બોલવા માટે સખત મહેનત કરી રહી છું.

1560513970 643 આ કારણસર યુપીની ભાષા શીખી રહી છે સની લિયોની

લાંબા સમયથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલી સની લિયોની હવે દક્ષિણ ભારતીય ફિલ્મો તરફ આગળ વધી રહ્યા છે. આ હોરર કોમેડી ફિલ્મ ઉપરાંત, સની દક્ષિણ ભારતીય ફિલ્મો ‘રંગીલા’ અને ‘વીરમાદેવી’ દ્વારા પોતાના અભિનયનો જલવો બતાવશે.

1560513897 5964 આ કારણસર યુપીની ભાષા શીખી રહી છે સની લિયોની

ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો  સનીએ કહ્યું હતું કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ચોક્કસપણે આગળ વધવામાં મને મદદ કરશે. નવી સંસ્કૃતિ વિશે જાણવું કંઈક એવું છે જે મને હંમેશાં ગમ્યું છે અને હું તેનો આનંદ માણું છું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.