Not Set/ નવી શ્રમ સંહિતા ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળ ભર્યા સંબંધો તથા રોજગારીની તકો ઊભી કરવાનું બળ આપશે : શ્રમમંત્રી

નવી શ્રમ સંહિતાના લીધે ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળ ભર્યા સંબંધો સ્થાપવામાં તથા રોજગારીની નવી તકો ઊભી કરવામાં નવું બળ મળશે. શ્રમમંત્રી સંતોષકુમાર ગંગવારે નવી શ્રમ સંહિતા વિશે વાત કરતા જણાવ્યું છે કે, નવી શ્રમ સંહિતાના લીધે ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળ ભર્યા સંબંધો સ્થાપવામાં અને ઔદ્યોગિક અનુરુપતાઓ ઉભી કરવામાં, તેમજ આ કારણે સારી ઉત્પાદકતા મેળવવામાં તથા રોજગારીની નવી તકો ઊભી કરવામાં નવું બળ […]

Uncategorized
7c7f6c61f66df5c8c5d47ffbf344cfcf નવી શ્રમ સંહિતા ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળ ભર્યા સંબંધો તથા રોજગારીની તકો ઊભી કરવાનું બળ આપશે : શ્રમમંત્રી
7c7f6c61f66df5c8c5d47ffbf344cfcf નવી શ્રમ સંહિતા ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળ ભર્યા સંબંધો તથા રોજગારીની તકો ઊભી કરવાનું બળ આપશે : શ્રમમંત્રી

નવી શ્રમ સંહિતાના લીધે ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળ ભર્યા સંબંધો સ્થાપવામાં તથા રોજગારીની નવી તકો ઊભી કરવામાં નવું બળ મળશે. શ્રમમંત્રી સંતોષકુમાર ગંગવારે નવી શ્રમ સંહિતા વિશે વાત કરતા જણાવ્યું છે કે, નવી શ્રમ સંહિતાના લીધે ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળ ભર્યા સંબંધો સ્થાપવામાં અને ઔદ્યોગિક અનુરુપતાઓ ઉભી કરવામાં, તેમજ આ કારણે સારી ઉત્પાદકતા મેળવવામાં તથા રોજગારીની નવી તકો ઊભી કરવામાં નવું બળ મળશે. 

ફિક્કીની સંલગ્ન સંસ્થા AIOEની વાર્ષિક બેઠકમાં તેમણે કહ્યુંકે, આના લીધે સરળ, પારદર્શક વ્યવસ્થા રચી શકાશે. શ્રી ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે ઘણાં પગલાં શ્રમ સંહિતાના માધ્યમથી લીધા છે. તેમણે કહ્યું કે,કેન્દ્ર સરકારે છેલ્લા છ વર્ષમાં શ્રમ – સુધારા અંગે લાગતા વળગતાઓ સાથે સઘન ચર્ચા કરી હતી. નવી શ્રમ સંહિતાની સૌથી ધ્યાનાકર્ષક બાબત છે કે તેમાં સંગઠીત તથા અસંગઠીત ક્ષેત્રના આશરે 50 કરોડ શ્રમિકોની સામાજીક સલામતી તથા લઘુત્તમ વેતનની બાબતને આવરી લેવાઇ છે

શ્રમ – સુધારાની પ્રક્રિયાથી શ્રમિકો આત્મનિર્ભર બનશે તેવું મંચ પરથી કહેતા શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે નવી શ્રમ સંહિતા ને શ્રમિકો આત્મનિર્ભરતા તરફ દોરી જતી ગણાવી છે.  પી.એચ.ડી. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના કાર્યકરો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આ સુધારાના લીધે શ્રમ ક્ષેત્રમાં સ્ત્રી – પુરુષ સમાનતાને બળ મળશે. આ ઉપરાંત ઉદ્યોગ તથા શ્રમિકો સક્ષમ બનતા વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સરળતા વધશે. તેમણે ઉપસ્થિતો સાથે શ્રમ – સુધારા તથા તેના પાસાઓ અંગે ચર્ચા કરી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews