Not Set/ ડિજીટલ કોરોના ટેસ્ટ/ હવે અવાજ પરથી ખબર પડી જશે “કોરોના છે કે નહીં”

કોરોના ટેસ્ટનું નામ સાંભળીને જ અડધો અડધ લોકોનાં બ્લડ પ્રેશર વઘી ઘટી જાય છે. હવે તો કોરોનાની રેપિડ કોરોના ટેસ્ટ કીટ પણ ઉપલબ્ધ છે અને મોટે ભાગે તે જ વપરાશમાં લેવામાં આવે છે નાક કે ગળામાંથી નમૂનો લઇને આસાનીથી થોડી ક્ષણોમાં તમને કોરોના છે કે નહી તે કહી દેવામાં આવે છે. નાક અને ગળું આમતો […]

Uncategorized
e717919ea97ac54b8fd1b87c09abb5d2 1 ડિજીટલ કોરોના ટેસ્ટ/ હવે અવાજ પરથી ખબર પડી જશે "કોરોના છે કે નહીં"

કોરોના ટેસ્ટનું નામ સાંભળીને જ અડધો અડધ લોકોનાં બ્લડ પ્રેશર વઘી ઘટી જાય છે. હવે તો કોરોનાની રેપિડ કોરોના ટેસ્ટ કીટ પણ ઉપલબ્ધ છે અને મોટે ભાગે તે જ વપરાશમાં લેવામાં આવે છે નાક કે ગળામાંથી નમૂનો લઇને આસાનીથી થોડી ક્ષણોમાં તમને કોરોના છે કે નહી તે કહી દેવામાં આવે છે. નાક અને ગળું આમતો શરીરનાં બને અવ્યવો સંવેદનશીલ હોય છે અને અનેક લોકો નાક-ગળામાંથી સેમ્પલનાં નામથી જ ભાગે છે. આવા તમામ લોકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે, જી હા, હવે કોરોના માટે ડિજીટલ કોરોના ટેસ્ટ પણ ઉપલબ્ધ છે. અને ડિજીટલ કોરોના ટેસ્ટ જલ્દીથી સુલભ પણ થઇ જાય તેવું પ્રતિત થઇ રહ્યું છે. 

શું છે ડિજીટલ કોરોના ટેસ્ટ

આ ટેસ્ટ માટે કોઇ પણ પ્રકારનાં સેમ્પલો શરીરમાંથી લેવામાં આવતા નથી. ફક્ત અવાજથી જ તમને જાણ થઇ જાય છે કે વ્યક્તિને કોરોના છે કે નહી. જી હા, મુંબઇ મનપા દ્વારા ગોરેગાંવમાં નેશ્કો ફેસેલિટિમાં 1000 જેટલા કોરોના શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવશે. આ ટેસ્ટ માટે કોઇ પણ પ્રકારની ખાસ સુવિધા કે ઇન્સ્ટ્રુમેન્ટની બીલકુલ જરુર નથી ફક્ત સમાર્ટફોન કે કોમ્પ્યુટર પર રહેલી એપ્લિકેશનમાં બોલવાથી જ ટેસ્ટ થઇ જશે. નવા એન્ટિજેન ટેસ્ટમાં 30 મિનીટમાં જ પરિણામ પણ આવી જાય છે. વોઇસ એનાલિસિસ મેથડ રેપિડ ટેસ્ટ કીટ કે બેઇઝીક ટેસ્ટ કીટ જેટલી સન્સેટીવ નથી અને એક દમ સરળ છે. 

ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ અને ઇટાલીમાં કોરોનાનાં દર્દીઓનાં ટેસ્ટ માટે  વોઇસ એનાલિસિસ મેથડનો વ્યાપક ઉપયોગ કરવામાંં આવ્યો હતો, અને પરિણામો પણ સંતોષકારક મળ્યા હતા. તો હવે ભારતમાં પણ આ મેથડ માટેની તૈયારી કરી લેવામાં આવી છે અને ખુબ જલ્દીથી જ આ વોઇસ એનાલિસિસ મેથડ સુલભ પણ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews