Not Set/ નોટબંધી છતા ટેક્સની આવકમાં પહેલાની સરખામણીએ વધીઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ નાણાં મંત્રી અરૂણ જેટલીએ સોમવારે પ્રેસ કૉંફરેન્સ કરીને કહ્યું કે, નોટબંધી બાદ પણ સરકારના ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, અપ્રત્યક્ષ કરમાં પાછળના વર્ષો કરતા 25 ટકાનો વધારો થયો છે. તેમજ ઉત્પાદન કર પણ પહેલાની સરખામણીએ 43 ટકા વધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ કર 12.01 ટકા વધ્યો છે. […]

Uncategorized
arun નોટબંધી છતા ટેક્સની આવકમાં પહેલાની સરખામણીએ વધીઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ નાણાં મંત્રી અરૂણ જેટલીએ સોમવારે પ્રેસ કૉંફરેન્સ કરીને કહ્યું કે, નોટબંધી બાદ પણ સરકારના ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, અપ્રત્યક્ષ કરમાં પાછળના વર્ષો કરતા 25 ટકાનો વધારો થયો છે. તેમજ ઉત્પાદન કર પણ પહેલાની સરખામણીએ 43 ટકા વધ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ કર 12.01 ટકા વધ્યો છે. કસ્ટમ ડ્યૂટી પાછલા વર્ષોની સરખાણીએ વધ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગના રાજ્યોમાં વેટ વધ્યો છે. નાણાની કમી હોવા છતા ટેક્સ કલેક્શન વધ્યો છે.

8 નવેમ્બરે પીએમ મોદીએ 500 અને 1000 ની નોટ રદ્દ કરી દીધી હતી. મોદી સરકારના જણાવ્યા અનુસાર બ્લેકમની બહાર કઢાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર બાદ સમગ્ર દેશમાં અચાનક પેદા થયેલી નોટબંધીની મુશ્કેલીને લઇને વિરોધ પક્ષોએ આડેહાથ લીધા હતા.