Not Set/ ત્રણ ‘D’ ડેમોક્રેસિ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ ભારતની તાકાતઃPM મોદી

ગાંધીનગરઃ મહાત્મા મંદિરે 8 મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને ખુલી મુક્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને મહાત્મા ગાંધી અને સરદારની ભૂમી ગણાવતા કહ્યું હતું કે, સૌ વર્ષ પહેલા પણ 7 ખંડમાં વેપાર માટે ફરતો હતો. એટલે જ કહેવામાં આવ્યુઁ છે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ભારતમાં સૌથી વધુ ઇંગ્લીશ બોલાય છે તેમજ પીએમે ત્રણ […]

Uncategorized
C1z8oTWVQAEZch9 ત્રણ 'D' ડેમોક્રેસિ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ ભારતની તાકાતઃPM મોદી

ગાંધીનગરઃ મહાત્મા મંદિરે 8 મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને ખુલી મુક્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને મહાત્મા ગાંધી અને સરદારની ભૂમી ગણાવતા કહ્યું હતું કે, સૌ વર્ષ પહેલા પણ 7 ખંડમાં વેપાર માટે ફરતો હતો. એટલે જ કહેવામાં આવ્યુઁ છે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ભારતમાં સૌથી વધુ ઇંગ્લીશ બોલાય છે તેમજ પીએમે ત્રણ D ની થિયરી આપી હતી જેમાં ડેમોક્રેશી,ડેમોગ્રાફી,અને ડિમાન્ડ આ ત્રણેય ભારતની તાકાત છે. ભારતે દુનિયાને સૌથી વધુ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો આપ્યા છે. ભારતનો યુવાન ફક્ત નોકરી જ નથી કરતો જોખમ ઉઠાવીને ઉધ્યોગ સાહસિક પણ બને છે.

આ સમિટમાં ભાગ લેવા દેશ-વિદેશના મહાનુભાવો અને ડેલિગેશન મહાત્મા ગાંધી પહોંચી ગયા છે. વિજય રૂપાણીએ અંગ્રેજીમાં સંબોધન કર્યું હતું. તેમણે મોદીને કહ્યું હતું કે તમારું તમારા ગુજરાતમાં સ્વાગત છે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મોદીએ પહેલાં ગુજરાતને બદલ્યું, હવે દેશ બદલી રહ્યા છે. ઉદ્યોગપતિઓ મોદી પર વારી-વારી થઇ ગયા હતા. રતન ટાટા ગુજરાતીમાં બોલ્યા હતા.