Not Set/ ત્રિપુરાની ભાજપ સરકારમાં બળવો, દિલ્હી પહોંચ્યા સાત થી આઠ ધારાસભ્યો

  ત્રિપુરાની ભાજપ સરકાર મુશ્કેલીમાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છો. મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ સામે પક્ષનાં ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો છે. તાનાશાહી, અનુભવનો અભાવ અને લોકપ્રિયતાનો અભાવ જેવા આક્ષેપો લગાવીને ધારાસભ્યોએ મુખ્યમંત્રીને હટાવવાની માંગ કરી છે. ઓછામાં ઓછા સાત ધારાસભ્યો રાજધાની દિલ્હી પહોંચી ગયા છે અને રાષ્ટ્રીય નેતૃત્વને મળવા ઇચ્છે છે. સુદીપ રોય […]

Uncategorized
daed8f714fa8faeb96dccbb0b931d5ce 1 ત્રિપુરાની ભાજપ સરકારમાં બળવો, દિલ્હી પહોંચ્યા સાત થી આઠ ધારાસભ્યો
 

ત્રિપુરાની ભાજપ સરકાર મુશ્કેલીમાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છો. મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ સામે પક્ષનાં ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો છે. તાનાશાહી, અનુભવનો અભાવ અને લોકપ્રિયતાનો અભાવ જેવા આક્ષેપો લગાવીને ધારાસભ્યોએ મુખ્યમંત્રીને હટાવવાની માંગ કરી છે. ઓછામાં ઓછા સાત ધારાસભ્યો રાજધાની દિલ્હી પહોંચી ગયા છે અને રાષ્ટ્રીય નેતૃત્વને મળવા ઇચ્છે છે.

સુદીપ રોય બર્મનનાં નેતૃત્વમાં દિલ્હી આવેલા સાત ધારાસભ્યોનો દાવો છે કે ઓછામાં ઓછા બે ધારાસભ્યો તેમની સાથે છે. ત્રિપુરા વિધાનસભાની કુલ 60 બેઠકો પર ભાજપ પાસે 36 ધારાસભ્યો છે. આઈપીએફટીનાં 8 ધારાસભ્યો પણ ભાજપ સરકારને સમર્થન આપી રહ્યા છે. બર્મન ઉપરાંત જે ધારાસભ્યો દિલ્હીમાં કેમ્પ લગાવી રહ્યા છે, તેમા સુશાંત ચૌધરી, આશિષ શાહા, આશિષ દાસ, દિવાચંદ્ર રનખલ, બર્બ મોહન ત્રિપુરા, પરિમલ દેબ બર્મા અને રામ પ્રસાદ પલ છે. ચૌધરીએ કહ્યું છે કે, તેમની સાથે બિરેન્દ્ર કિશોર દેબ બર્મન અને બિપ્લબ ઘોષ પણ છે. પરંતુ તેઓ કોરોના સંક્રમણને કારણે દિલ્હી આવી શક્યા નથી.

દેબ અને નજીકનાં ત્રિપુરાનાં ભાજપનાં નેતાઓનું કહેવું છે કે, રાજ્ય સરકારને કોઈ ખતરો નથી. ત્રિપુરા ભાજપ પ્રમુખ માનિક શાહે કહ્યું કે, સરકાર સંપૂર્ણ સલામત છે, હું ખાતરી આપી શકું છું કે સાત-આઠ ધારાસભ્યો સરકારને નીચે લાવી શકશે નહીં. આ ધારાસભ્યોએ પાર્ટીમાં કોઈ ફરિયાદ કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.