મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે દાઉદ ઈબ્રાહિમ બીમાર છે, અને ભાજપ તેને પાછો લાવવા માટે કોઈ ડીલ કરી રહ્યો છે.

ઠાકરેએ આ દાવો કર્યો હતો જેને કારણે ભાજપ ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવવા માંગે છે. રાજ ઠાકરેએ પોતાના ફેસબુક પેજ લોન્ચ કરીને તે દરમિયાન કહ્યું હતું કે દાઉદ પોતાની બિમારીને કારણે આખરી દિવસો ભારતમાં વિતાવવા માંગે છે.

કાસકરે પહેલી વખતની તપાસમાં કહ્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં છે, અને તેણે 4 અડ્ડા બદલ્યાં છે. તેમ જ તેણે એમ પણ કહ્યું હતું કે દાઉદ કડક સુરક્ષા વચ્ચે રહે છે,
કહ્યું કે મારી ભાભી સાથે મારી પત્ની રીઝવાનાએ ફોન પર વાત કરી હતી. રીઝવાના 4 બાળકો સાથે દુબઈમાં રહે છે. દાઉદ ફોન ટેપિંગના ડરથી ભારતમાં પોતાના પરિવારને ફોન નથી કરી શકતો. કાસકરની 18 સપ્ટેમ્બરે હપ્તાવસૂલીના મામલાંમાં ધરપકડ થઈ હતી.
