ગાંગુલીએ કહ્યું છે કે ‘સ્વદેશમાં ભારતને હરાવવાનું બહુ મુશ્કેલ છે. ભારત જીતશે પણ 5-0 જેવો (શ્રીલંકા સામે મેળવેલી જીત સમાન) વાઇટવોશ કદાચ શક્ય નહીં બને કારણ કે ઓસ્ટ્રેલિયા બહુ મજબૂત ટીમ છે.
તેણે કહ્યું છે કે ‘તેઓ યુવાઓને પરખવા માગે છે. વિશ્વકપ 2019ને જોતા લાગે છે કે આ એક યોગ્ય પગલું છે.
સૌરવે સ્પષ્ટતા કરી છે કે ઓસ્ટ્રેલિયા સામે પસંદગી વખતે ભલે યુવરાજ સિંહનું સિલેક્શન ન થયું હોય પણ તેની કરિયર હજી પૂરી થઈ નથી. સૌરવે જણાવ્યું છે કે જો યુવરાજ સંઘર્ષ ચાલુ રાખે તો પુનરાગમન કરી શકે છે.
