Not Set/ દારૂની દુકાને ભારે ભીડ જોઇ કુમાર વિશ્વાસે કર્યુ ટ્વીટ, એક અમે છીએ જે 50 દિવસથી તાળામાં છીએ અને એક આ છે…

દેશમાં કોરોનાવાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોનાથી 42 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, વળી અત્યાર સુધીમાં 1,300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં આજથી કેટલીક છૂટ આપવામાં આવી છે. આ સમય દરમિયાન, સ્ટેન્ડઅલોન દારૂની દુકાનો ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી છે. પરંતુ દિલ્હી સહિત અનેક જગ્યાએ દારૂની દુકાનો ખોલવાનો […]

India
f5f33431d9ac95afaa5dfff10749b720 2 દારૂની દુકાને ભારે ભીડ જોઇ કુમાર વિશ્વાસે કર્યુ ટ્વીટ, એક અમે છીએ જે 50 દિવસથી તાળામાં છીએ અને એક આ છે...

દેશમાં કોરોનાવાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોનાથી 42 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, વળી અત્યાર સુધીમાં 1,300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં આજથી કેટલીક છૂટ આપવામાં આવી છે. આ સમય દરમિયાન, સ્ટેન્ડઅલોન દારૂની દુકાનો ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી છે. પરંતુ દિલ્હી સહિત અનેક જગ્યાએ દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય માથાનો દુખાવો સાબિત થયો છે. દારૂનાં ઉત્સાહીઓએ લોકડાઉન અને સામાજિક અંતર જેવી બધી લક્ષ્મણ રેખાઓ તોડી નાખી છે અને પરિણામે, દારૂનાં ઠેકાની સામે લાંબી લાઇનો લાગી ગઈ છે.

કવિ કુમાર વિશ્વાસે દારૂની દુકાનો પર ઉભી રહેલી ભીડ પર તંજ કસ્યો અને ગૃહ મંત્રાલયને અપીલ કરી છે. કુમારી વિશ્વાસે દારૂની દુકાનોની બહાર ઉભી રહેલી લાંબી લાઇનનો ફોટો ટ્વીટ કરતા મેરાજ ફૈસાબાદીની એક કહેવત શેર  કરી છે. કુમાર વિશ્વાસે લખ્યું, ‘ખુદા જાણે કે મેકદેમાં કોણે કેટલું પીધુ, પણ મેકદા તો મારી વસ્તીનાં ઘણા ઘર પી ગયા…!

આ સિવાય તેમણે અન્ય એક ટવીટમાં લખ્યું છે કે, ગૃહ મંત્રાલયને વિનંતી છે કે સંકટ સમયે જીવ જોખમમાં નાખી ભયાનક-ભીડનાં રૂપમાં એકઠા થયેલા આ મહાન દારૂ-કરદાતાઓનાં આધારકાર્ડની નોંધ કરી લે, જેથી આગળ આ ક્યારે પણ રાશન માટે પૈસા નથી જેવા બહાના ન કાઠી શકે. આપણે ન સુધર્યા હતા ન સુધરીશું. એક અમે છીએ જે 50 દિવસથી તાળામાં છીએ અને એક આ છે.

બીજી તરફ, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 1,373 લોકોનાં મોત થયાં છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 42,533 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,553 નવા કેસ નોંધાયા છે અને 72 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, તે થોડી રાહતની વાત છે કે અત્યાર સુધીમાં 11,707 દર્દીઓ આ રોગથી ઠીક થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.