Not Set/ દિલ્હી મેટ્રો/ 5 મહિના બાદ આજથી શરૂ બ્લુ અને પિંક લાઇન મેટ્રો સર્વિસ

  171 દિવસ બંધ રહ્યા બાદ બુધવારથી દિલ્હી મેટ્રોની બ્લુ લાઇન મેટ્રો અને પિંક લાઇન મેટ્રો સેવા શરૂ થઈ છે. કોરોના રોગચાળાને કારણે 171 દિવસથી બંધ રહેલી બ્લુ લાઇન અને પિંક લાઇન સેવા આજથી શરૂ કરવામાં આવી છે. મુસાફરોએ મહાનગરોમાં મુસાફરી માટે જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે. દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી) એ કહ્યું છે […]

Uncategorized
6e75ea22f74754d8a3672c884e880429 1 દિલ્હી મેટ્રો/ 5 મહિના બાદ આજથી શરૂ બ્લુ અને પિંક લાઇન મેટ્રો સર્વિસ
 

171 દિવસ બંધ રહ્યા બાદ બુધવારથી દિલ્હી મેટ્રોની બ્લુ લાઇન મેટ્રો અને પિંક લાઇન મેટ્રો સેવા શરૂ થઈ છે. કોરોના રોગચાળાને કારણે 171 દિવસથી બંધ રહેલી બ્લુ લાઇન અને પિંક લાઇન સેવા આજથી શરૂ કરવામાં આવી છે. મુસાફરોએ મહાનગરોમાં મુસાફરી માટે જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.

દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી) એ કહ્યું છે કે દ્વારકા સેક્ટર-21 થી ઇલેક્ટ્રોનિક સિટી-વૈશાલી જતી મેટ્રોની બ્લુ લાઇન સેવા અને મજલિસ પાર્કથી શિવવિહાર સુધીની પિંક લાઇન સેવા બુધવારથી શરૂ થશે. ડીએમઆરસીએ કહ્યું છે કે, શરૂઆતમાં બ્લુ લાઇન પર 9 સપ્ટેમ્બર અને 10 સપ્ટેમ્બરે સવારથી સાંજ દરમિયાન 66 ટ્રેનો દોડાવવામાં આવશે. ત્યારબાદ ધીરે ધીરે મેટ્રો ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવશે. વળી 27 ટ્રેનો પિંક લાઇન પર દોડશે, જે મજલિસ પાર્કથી મયુર વિહાર પોકેટ-1 તરફ જશે. વળી 13 ટ્રેનો ત્રિલોકપુરીથી શિવવિહાર સ્ટેશન તરફ દોડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.