Not Set/ ગમે તેટલા ગઠબંધન કરી લો, તમારા પાપ નહી ધોવાયઃ પીએમ મોદી

નવી દિલ્હીઃયૂપીમાં ચૂંટણીસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપા-કૉંગ્રેસ પર પ્રાહર કર્યા હતા. પીએમે જણાવ્યું હતું કે,  ગમે તેટલા ગઠબંધન કરો, તમારા પાપ ધોવાશે નહી પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયા બાદ હવે બીજા તબક્કામાં વિજયી બનવા માટે તમામ પક્ષો પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી બીજેપીના વિજયનો દાવો કરતા સતાપક્ષ સમાજવાદી પાર્ટી […]

Uncategorized
modi 1 ગમે તેટલા ગઠબંધન કરી લો, તમારા પાપ નહી ધોવાયઃ પીએમ મોદી

નવી દિલ્હીઃયૂપીમાં ચૂંટણીસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપા-કૉંગ્રેસ પર પ્રાહર કર્યા હતા. પીએમે જણાવ્યું હતું કે,  ગમે તેટલા ગઠબંધન કરો, તમારા પાપ ધોવાશે નહી પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયા બાદ હવે બીજા તબક્કામાં વિજયી બનવા માટે તમામ પક્ષો પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી બીજેપીના વિજયનો દાવો કરતા સતાપક્ષ સમાજવાદી પાર્ટી પર હુમલો કર્યો છે. મોદીએ લખીમપુર ખીરીમાં એક રેલીને સંબોધતા કહ્યું કે, ‘મતદાન બાદ એ નક્કી થઇ ગયું છે કે ગમે તેટલા ગઠબંધન કરી લો, પાપ ધોવાશે નહીં.’ મોદીએ કહ્યું કે, અખિલેશ યાદવની સરકાર ઉત્તરપ્રદેશમાં વિકાસ કરવાને બદલે ગઠબંધન કરવામાં લાગી છે.

પ્રજાને પરિવર્તનની અપીલ કરતા મોદીએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશે કોગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીની સરકાર જોઇ છે પરંતુ ઉત્તરપ્રદેશની પ્રજાનું ભલું હજુ સુધી થયું નથી. મોદીએ રાજ્યના ભલા માટે બીજેપીની વોટ આપવાની અપીલ કરી હતી. મોદીએ અખિલેશ સરકાર પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, અહીં  કામ નહીં પણ કારનામા બોલી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં ગુંડાગર્દી ચાલી રહી છે. જેલોમાં ગેંગ ચાલી રહી છે. સપા ખુરશીના મોહમાં રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણજીને અપમાનિત કરીને કોગ્રેસના ખોળામાં જઇને બેસી ગયા છે.

મોદીએ સપા સરકાર અને અખિલેશને ખેડૂત વિરોધી તો માયાવતીનાં કૌંભાંડોને દબાવાયા હોવાનાં આરોપો લગાવ્યા હતા.