Not Set/ જમ્મુ-કાશ્મીર/ ત્રાલમાં સુરક્ષા દળોએ એક શંકાસ્પદ આતંકીને ઠાર માર્યો

કોરોના સંકટમાં પણ આતંકવાદીઓ તેમની હરકતોથી બાજ નથી આવી રહ્યા. જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે બાતમી આપી હતી કે પુલવામા જિલ્લાના અવંતિપુરા વિસ્તારમાં ચેવા ઉલર (ત્રાલ) ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકવાદી ઠાર […]

Uncategorized
28592ce5de22216d22fdc5fbaf0650f6 1 જમ્મુ-કાશ્મીર/ ત્રાલમાં સુરક્ષા દળોએ એક શંકાસ્પદ આતંકીને ઠાર માર્યો

કોરોના સંકટમાં પણ આતંકવાદીઓ તેમની હરકતોથી બાજ નથી આવી રહ્યા. જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે બાતમી આપી હતી કે પુલવામા જિલ્લાના અવંતિપુરા વિસ્તારમાં ચેવા ઉલર (ત્રાલ) ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું.

આ એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકવાદી ઠાર માર્યો છે. ઓપરેશન હજી પણ ચાલુ છે.

આ પહેલા ગુરુવારે ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “ગામમાં કેટલાક આતંકવાદીઓની હાજરી વિશે જમ્મુ-કાશ્મીર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ,  42 આરઆર અને સીઆરપીએફ કાર્ડન એન્ડ સર્ચ ઓપરેશન (સીએએસઓ) શરૂ કરવામાં આવ્યું હતું.”

તેમણે કહ્યું કે છુપાયેલા આતંકવાદીઓને શરણાગતિ માટેની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. પરંતુ જ્યારે સેનાની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થાનને ઘેરી લીધું ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેમના ઉપર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો અને એન્કાઉન્ટર શરૂ થયું હતું.

ગુરુવારે સેનાની આ બીજું ઓપરેશન હતું. ગુરુવારે વહેલી સવારે સોપોર જિલ્લાના બારામુલાના હંદશીવા ગામે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા.

જૂન મહિનામાં દક્ષિણ કાશ્મીરમાં આ 12 મી વખત એન્કાઉન્ટર છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 36 આતંકવાદીઓ માર્યા ગયા છે અને કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા આ વર્ષે વધીને 109 થઈ ગઈ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.